એશિયા કપ 2022નો પ્રારંભ 27 ઓગસ્ટથી થવા જઇ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર પણ નજર ટકેલી છે, જે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે. બાબર આઝમ જો એશિયા કપમાં 120 રન બનાવી લે છે તો તે ટી-20 ક્રિકેટમાં પોતાના 8 હજાર રન પુરા કરી લેશે. પાકિસ્તાન ભારત અને હોન્ગકોન્ગ વિરૂદ્ધ પોતાની બે મેચ રમશે.શોએબ મલિક પાકિસ્તાનનો સૌથી સફળ બેટ્સમેનબાબર આઝમના નામે અત્યારે 219 ટી-20 મેચમાં 45.28ની એવરેજ અને 128.08ના સ્ટ્રાઇક રેટથી 7880 રન દર્જ છે.
ટી-20 ક્રિકેટમાં બાબર આઝમનાબેટથી છ સદી અને 67 અડધી સદી લાગી છે. પાકિસ્તાની બેટ્સમેનમાં માત્ર શોએબ મલિક જ ટી-20 ક્રિકેટમાં આઠ હજાર કે તેથી વધારે રન બનાવી શક્યો છે. 40 વર્ષના શોએબ મલિકે 472 મેચમાં 36.55ની એવરેજથી 11698 રન બનાવ્યા છે જેમાં 71 અડધી સદી સામેલ છે. એવામાં બાબર આઝમ ટી-20 ક્રિકેટમાં આઠ હજાર રન પુરા કરનાર બીજો પાકિસ્તાની ખેલાડી બની શકે છે.
રિઝવાન પણ 5 હજાર રન પુરા કરી શકે છેમોહમ્મદ રિઝવાન ટી-20 ક્રિકેટમાં 5 હજાર રનનો આંકડો પુરો કરનાર સાતમો પાકિસ્તાની બેટ્સમેન બનવાની નજીક છે. જો રિઝવાન આ સિદ્ધિ મેળવે છે તો તે શોએબ મલિક, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, ઉમર અકમલ, અહમદ શહજાદ અને કામરાન અકમલ જેવા બેટ્સમેનની યાદીમાં સામેલ થઇ જશે. રિઝવાને અત્યાર સુધી 187 ટી-20 મેચમાં 41.95ની એવરેજથી 4909 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 39 અડધી સદી સામેલ છે.ગેલના નામે સૌથી વધુ રનટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ કેરેબિયન ક્રિકેટર ક્રિસ ગેલના નામે છે. ગેલે અત્યાર સુધી 463 ટી-20 મેચમાં 36.22ની એવરેજથી 14,562 રન બનાવ્યા છે આ દરમિયાન તેને 22 સદી અને 88 અડધી સદી ફટકારી છે.