આજથી ન્યુઝીલેન્ડ અને બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન ટીમ વચ્ચે અભ્યાસ મેચની શરૂઆત થઇ છે. ત્યારે આજે મુંબઇમાં પ્રેસિડન્ટ ઇલેવન ટીમે પહેલા બેટીંગ કરતા 295 રન કર્યા હતા અને ન્યુઝીલેન્ડની ટીમને 296 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા પ્રેસીડન્ટ ઇલેવન ટીમે 50 ઓવરમાં પ્રૃથ્વી શો 66 રન, લોરેશ રાહુલ 68 રન અને કરૂણ નાયર 78 રનની અડધી સદીની મદદથી 9 વિકેટના ભોગે 295 રન કર્યા હતા. ન્યુઝીલેન્ડ ટીમ તરફથી ટ્રેંડ બોલ્ડે શાનદાર પ્રદર્શન કરતા 5 વિકેટ ઝડપી હતી. તો મિચેલ સેંટનરે 2 અને ર્ઇશ સોઠી અને ટીમ સાઉદીએ 1-1 વિકેટ ઝડપી હતી.