ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેઍ ઇંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટમાં યાદગાર ડેબ્યુ કરીને સદી ફટકારી હતી. રહાણેઍ હેમ્પશાયર વતી રમતા નોટિંઘમશાયર સામે સદી ફટકારી હતી. આ સાથે જ કાઉન્ટી ક્રિકેટની ડેબ્યુ મેચમાં સદી ફટકારનારો રહાણે ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. તેના પહેલા પિયૂષ ચાવલાઍ સસેક્સ વતી રમતા વોરસેસ્ટરશાયર સામે જ્યારે મુરલી વિજયે ઍસેક્સ વતી રમતા નોટિંઘમશાયર સામે સદી ફટકારી હતી.
આ મેચની પ્રથમ ઇનિંગમાં માત્ર 10 રન કરનારા રહાણેઍ બીજા દાવમાં 260 બોલનો સામનો કરીને 14 ચોગ્ગાની મદદથી 119 રનની જોરદાર ઇનિંગ રમી હતી. સાથે જ તેણે ત્રીજી વિકેટ માટે સેમ નોર્થ ઇસ્ટ સાથે 257 રનની ભાગીદારી કરી હતી. રહાણેઍ પોતાની ફર્સ્ટક્લાસ કેરિયરની આ 30મી સદી ફટકારી હતી.
હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં રહાણે ઉપરાંત ચેતેશ્વર પુજારા અને રવિચંદ્રન અશ્વિન ડિવિઝન વન ચેમ્પિયનશિપમાં ક્રમશઃ યોર્કશાયર અને નોટિંઘમશાયર વતી રમવા ઉતરશે. ઓગસ્ટમાં થનારા વેસ્ટઇન્ડિઝના પ્રવાસ પહેલા બીસીસીઆઇ ટેસ્ટ નિષ્ણાંત બેટ્સમેનોને તૈયારી માટે પુરતો સમય આપવા માગે છે.