નવી દિલ્હી : રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર રાહુલ તેવતીયાની સગાઈ થઈ છે. તેવતીયાએ સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકોને આ માહિતી આપી હતી. તેવતીયાએ તેની મંગેતર સાથે ઘણા ફોટા શેર કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ફંક્શનની તસવીરો પોસ્ટ કર્યા પછી રાહુલ તેવતીયાને તેના ફેને અભિનંદન આપવાનું શરૂ કર્યું. પૂર્વ અને વર્તમાન ક્રિકેટરો તેમ જ તેમના ચાહકોએ પણ આ દંપતીને અભિનંદન આપતા સંદેશા સાથે ટિપ્પણી કરી હતી. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈના પ્રથમ ક્રિકેટરોમાં હતા જેણે શુભેચ્છા પાઠવી હતી.રૈનાએ હાર્ટ ઇમોજી સાથે “અભિનંદન હો ભાઈ” લખ્યું હતું.
https://twitter.com/rahultewatia02/status/1357241596526268416
જયદેવ ઉનડકટ પણ લગ્નના બંધનમાં બંધાયો
કોલકાતા નાઈટ રાઇડર્સના બેટ્સમેન નીતીશ રૈના અને અંડર -19 વર્લ્ડ કપ વિજેતા ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટે પણ આ દંપતીને શુભેચ્છા પાઠવી હતી. મંગળવારે, રાજસ્થાન રોયલ્સની ટીમના તેવતિયાના મિત્ર જયદેવ ઉનડકટ પણ લગ્નના બંધનમાં બંધાયો છે.