નવી દિલ્હી : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ ઘરેલુ ક્રિકેટ દિગ્ગ્જ રાજિન્દર ગોયલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને તેમની કલાના માસ્ટર તરીકે વર્ણવ્યા હતા.
સચિન તેંડુલકરે રાજિન્દર ગોયલના નિધન અંગે ટ્વીટ કર્યું હતું કે, ‘રાજેન્દ્ર ગોયલના મોતના સમાચાર સાંભળીને હું દુઃખી છું. તે ભારતીય ઘરેલું ક્રિકેટના દિગ્ગજ ખેલાડી હતા જેમણે રણજી ટ્રોફીમાં 600 થી વધુ વિકેટ લીધી હતી. હું તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ‘
https://twitter.com/sachin_rt/status/1274920107333029889
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ દિગ્ગજ સ્પિનરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોહલીએ ટ્વિટ કર્યું હતું કે, ‘આપણે રાજેન્દ્ર ગોયલ જી તરીકે એક દિગ્ગજને ગુમાવ્યા છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર તરીકે તેને યાદ કરવામાં આવે છે, જે તેમની કારકીર્દિનું પ્રતિબિંબ છે. ભગવાન તેમના કુટુંબ અને પ્રિયજનોને આ વેદના સહન કરવાની શક્તિ આપે. ‘
https://twitter.com/imVkohli/status/1274959310468952064