અફઘાનિસ્તાન સામેની મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનની આગેવાનીમાં અન્ય બેટ્સમેનોઍ કરેલી તોફાની બેટિંગના કારણે જા કોઇ સૌથી મોટો ભોગ બન્યું હોય તો તે રાશિદ ખાન હતો. અફઘાનિસ્તાનનો આ સ્ટાર લેગ સ્પિનર મોર્ગન સહિતના બેટ્સમેનોના ઍવા સકંજામાં આવી ગયો હતો કે તેની 9 ઓવરમાં કુલ 110 રન ઝુડાયા હતા અને તેમાં તેને 11 છગ્ગા અને 3ચોગ્ગા પડ્યા હતા. તેને ઍક પણ વિકેટ મળી નહોતી.
ઇંગ્લેન્ડ સામેની મેચમાં રાશિદ ખાને 9 ઓવરના સ્પેલમાં 110 રન આપ્યા, તેની ઓવરમાં કુલ 11 છગ્ગા પડ્યા
વર્લ્ડ કપની કોઇ મેચમાં ઍક બોલરને 11 છગ્ગા પડ્યા હોવાનું પહેલીવાર બન્યું છે, સાથે જ તેના નામે વર્લ્ડ કપની મેચમાં સર્વાઘિક રન આપવાનો રેકોર્ડ પણ નોંઘાયો છે. રાશિદ વનડે ઇન્ટરનેશનલ મેચમાં 100 રન આપનારો પહેલો સ્પિનર બની ગયો છે. મહત્વની વાત ઍ છે કે રાશિદે આજ પહેલા કોઇ મેચમાં પોતાના બોલિંગ સ્પેલમાં 2થી વધુ છગ્ગા મારવા દીધા નથી જ્યારે મંગળવારે તેની બોલિંગમાં કુલ 11 છગ્ગા પડ્યા હતા.
વર્લ્ડ કપની ઍક મેચમાં સૌથી વધુ રન આપવાનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના માર્ટિન સ્નેડનના નામે હતો જેણે 1983ના વર્લ્ડ કપમાં 12 ઓવરમાં 2 વિકેટ લઇને 105 રન આપ્યા હતા. તે સમયે વર્લ્ડ કપની મેચ 60 ઓવરની રમાતી હતી. વર્લ્ડ કપમાં રાશિદ ખાન સૌથી મોંઘો બોલર બન્યો હતો, જ્યારે ઓવરઓલ વનડેમાં જાઇઍ તો તે પાકિસ્તાનના વહાબ રિયાઝની સાથે બેઠો હતો. વહાબે ઓગસ્ટ 2016માં ઇંગ્લેન્ડ સામે રમાયેલી વનડેમાં 10 ઓવરમાં 110 રન આપ્યા હતા. જો કે વનડે ઇન્ટરનેશનલમાં ઍક ઇનિંગમાં સર્વાધિક રન આપવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન પેસર માઇક લુઇસના નામે છે. જેમણે 2006માં જાહનીસબર્ગ ખાતે રમાયેલી વનડેમાં દક્ષિણ આફ્રિકા સામે 10 ઓવરમાં 113 રન આપ્યા હતા. ઍ મેચમાં ઓસ્ટ્રેલિયાઍ 434 રન બનાવ્યા હતા અને તે પછી દક્ષિણ આફ્રિકા 438 રન કરીને મેચ જીતી ગયું હતું.