Rashid khan: મેજર લીગ ક્રિકેટ 2025 શરૂ થતાં પહેલાં જ અફઘાન સ્પિનરે વિરામનો રસ્તો અપનાવ્યો, ટીમે નવો કેપ્ટન ઘોષિત કર્યો
Rashid khan IPL 2025માં નિષ્ફળ ગયા બાદ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને cricket થી થોડો વિરામ લેવા માટે મેજર લીગ ક્રિકેટ (MLC) 2025માંથી પોતાને અલગ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી તેમની ટીમ MI ન્યૂ યોર્કને મોટો ઝટકો લાગ્યો છે. તેણે ગયા બે સીઝનમાં આ ટીમ માટે મજબૂત યોગદાન આપ્યું હતું.
બુધવારે, MI ન્યૂ યોર્ક દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં રાશિદ ખાનના દુર રહેવાના નિર્ણયની પુષ્ટિ કરવામાં આવી. સાથે જ, ટીમે નવો કેપ્ટન જાહેર કર્યો — કિરોન પોલાર્ડની જગ્યાએ નિકોલસ પૂરનને જવાબદારી સોંપવામાં આવી છે.
IPLમાં નિષ્ફળતા પછી લેવાયો નિર્ણય
IPL 2025માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમનાર રાશિદ ખાન માટે આ સીઝન બહુ સારી ગઈ નહોતી. તેણે 15 મેચમાં ફક્ત 9 વિકેટ લીધી હતી અને તેની ઇકોનોમી 9.34 રહી હતી, જે સ્પિન બોલર માટે બહુ ઊંચી ગણાય છે. સતત પ્રદર્શન ખરાબ રહેતા તેમણે આરામ લેવા માટે મેજર લીગમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે.
MLCમાં અત્યારસુધીનું પ્રદર્શન
રાશિદ ખાને અગાઉના બે સીઝનમાં MI ન્યૂ યોર્ક માટે રમતાં 13 મેચમાં 18 વિકેટ મેળવી હતી. તેની એવરેજ ઇકોનોમી 6.48 રહી હતી, જે ખૂબ અસરકારક ગણાય છે. ખાસ કરીને ગયા વર્ષે તેણે 7 મેચમાં 10 વિકેટ લીધી હતી. પરંતુ આ વર્ષે તેની ગેરહાજરીથી ટીમને સ્પિન વિભાગમાં નુકસાન સહન કરવું પડશે.
અફઘાનિસ્તાનના અન્ય ખેલાડીઓ પણ બહાર
રાશિદ ખાન સિવાય અફઘાનિસ્તાનના જ અઝમતુલ્લાહ ઉમરઝાઈએ પણ MLCમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો છે. તેઓ IPL 2025માં પંજાબ કિંગ્સ માટે રમી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે પંજાબ કિંગ્સ રનર-અપ રહી હતી.
MLC 2025 captains list (આજ સુધીની)
- લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ – જેસન હોલ્ડર
- MI ન્યૂ યોર્ક – નિકોલસ પૂરન
- સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન – કોરી એન્ડરસન
- સિયાટલ ઓર્કાસ – હેનરિક ક્લાસેન
- વોશિંગ્ટન ફ્રીડમ – ગ્લેન મેક્સવેલ