ટીમઇન્ડિયાથી છેલ્લા ઘણા સમયથી બહાર ચાલી રહેલી રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીમાં હંમેશા શાનદાર પ્રદર્શન કરતો આવે છે. ત્યારે આજે જમ્મુ કાશ્મીર સામેની મેચમાં ફરી જડ્ડુએ મેરેથોન ઇનીંગ રમી છે. રવિન્દ્ર્ જાડેજાએ રણજી ટ્રોફીમાં જમ્મુ કાશ્મીર સામેની મેચમાં સૌરાષ્ટ્ર ટીમ તરફથી શાનદાર પ્રદ્રશન કરતા બેવડી સદી નોંધાવી છે. જાડેજાએ પોતાના ઘરઆંગણાના મેદાન રાજકોટમાં 313 બોલમાં 23 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 201 રનની જબરદસ્ત ઇનીંગ રમી હતી.
ત્રણ ત્રેવડી અને બે બેવડી સદી નોંધાવી
રણજી ટ્રોફીના ઇતિહાસમાં રવીન્દ્ર જાડેજાની ગણતરી એક પીઢ ખેલાડી તરીકે થાય છે. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાએ ભલે ટીમ ઇન્ડિયા માટે કોઇ મોટી ઇનીંગ રમી નથી પરંતુ રણજી ટ્રોફીમાં મોટા ભાગે તે મોટી રમતો હોય છે. રવિન્દ્ર જાડેજાની રણજી કારકિર્દીમાં આ સાતમી સદી હતી. જાડેજાએ અત્યાર સુધીમાં ત્રણવાર પોતાની સદીને ત્રેવડી સદીમાં અને બે વાર પોતાની સદીને બેવડી સદીમાં ફેરવી છે. તેણે ત્રેવડી સદીમાં 331, 314 અને 303 રન કર્યા છે. તો બેવડી સદીમાં 232 અને 201 રનની ઇનીંગ રમી છે. તો તેણે છેલ્લે 143 અને 122 રનની ઇનીંગ પણ રમી ચુક્યો છે.