RCB vs PBKS: IPL ઇતિહાસમાં કૃણાલ પંડ્યાની અનોખી સિદ્ધિ, બે ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ બનનાર પ્રથમ ખેલાડી
RCB vs PBKS: IPL 2025 ની ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) આમને સામે આવી. RCB એ આ થ્રીલર મેચમાં 6 રનથી વિજય મેળવીને પોતાનું પહેલું IPL ટાઇટલ જીત્યું અને સાથે જ ઇતિહાસ રચ્યો.
આ વિજય પાછળનો એક મુખ્ય નાયક રહ્યો કૃણાલ પંડ્યા, જેમણે ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ જીત્યો. બોલિંગમાં કૃણાલે 4 ઓવરમાં માત્ર 17 રનમાં 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી — પંજાબના જોશ ઇંગ્લિશ અને પ્રશિમરન સિંહ. આ બંને વિકેટોએ પંજાબના જીતવાના પ્રયાસોને ગંભીર રીતે ખોરવ્યા. કૃણાલની સ્પોટ-ઓન બોલિંગે RCB ને વિજય તરફ દોરી.
The man for the @krunalpandya24 becomes the 1️⃣st player to deliver TWO Player of the Match performances in #TATAIPL finals
He guides #RCB to a maiden title
Relive his spell ▶ https://t.co/vNWU7vQF06 #RCBvPBKS | #Final | #TheLastMile pic.twitter.com/0B4LMWCJc0
— IndianPremierLeague (@IPL) June 3, 2025
આ સાથે કૃણાલ પંડ્યાએ IPLના ઇતિહાસમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તે IPL ઇતિહાસના પ્રથમ ખેલાડી બની ગયો છે જેમણે બે અલગ અલગ IPL ફાઇનલમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ જીત્યો છે. આ પહેલા 2017 માં, કૃણાલ પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ વિરુદ્ધની ફાઇનલમાં પણ આ ખિતાબ જીત્યો હતો, જેમાં તેણે 47 રન ફટકારી અને ટીમને જીત અપાવી હતી.
RCB માટે આ જીત અને કૃણાલનું પ્રદર્શન ઇતિહાસમાં યાદગાર બની રહેશે. એક તરફ RCBએ વર્ષોનો ખાલીહાથ ઇતિહાસ બદલ્યો, તો બીજી તરફ કૃણાલે પોતાના IPL કરિયરમાં એક નવો માઈલસ્ટોન સર કર્યો.
તેણી શિસ્તભર્યું પ્રદર્શન, દબાણમાં શાંત રહેવાની ક્ષમતા અને મેચના નિર્ણાયક પળોમાં અસરકારકતા હવે તેને IPLના મહત્ત્વના ફાઇનલ ખેલાડીઓમાં સ્થાન અપાવે છે.