Ricky Ponting: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે પોતાના નિવેદનથી હલચલ મચાવી દીધી છે. પોન્ટિંગે ભારતીય ક્રિકેટના આગામી સુપરસ્ટાર વિશે ભવિષ્યવાણી કરી છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે પોતાના નિવેદનથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ઓસ્ટ્રેલિયાને પોતાની કેપ્ટનશિપમાં બે વનડે વર્લ્ડ કપ જીતાડનાર રિકી પોન્ટિંગે ભારતીય ક્રિકેટના આગામી સુપરસ્ટાર વિશે ભવિષ્યવાણી કરી છે. પોન્ટિંગના આ નિવેદનથી ક્રિકેટ પ્રેમીઓમાં ખળભળાટ મચી ગયો છે.
નોંધનીય છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સુપરસ્ટાર ખેલાડીઓએ 2024 T20 વર્લ્ડ કપ જીતવામાં ભારતની આગેવાની કર્યા પછી T20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. હવે ભારતીય ટીમ આ ફોર્મેટમાં યુવા ખેલાડીઓ સાથે રમતી જોવા મળશે. આવી સ્થિતિમાં પોન્ટિંગે એક એવા ખેલાડી વિશે વાત કરી છે, જે ભવિષ્યમાં આ દિગ્ગજોની જેમ સુપરસ્ટાર બનશે અને વિશ્વ ક્રિકેટ પર રાજ કરશે.
રિકી પોન્ટિંગનું માનવું છે કે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરનાર રૂતુરાજ ગાયકવાડ ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર હશે. તમને જણાવી દઈએ કે ગાયકવાડ તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં ભારત તરફથી રમ્યો હતો. આ શ્રેણીની ચાર મેચોમાં ગાયકવાડે 66.50ની એવરેજ અને 158.33ની સ્ટ્રાઈક રેટથી 133 રન બનાવ્યા હતા. ગાયકવાડને કિંગ કોહલીના સ્થાને જોવામાં આવી રહ્યા છે.
ઋતુરાજ ગાયકવાડે ભારત માટે અત્યાર સુધીમાં 23 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 633 રન થયા છે. ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામે ટી-20 ઈન્ટરનેશનલમાં પણ સદી ફટકારી છે. તેના નામે એક સદી અને ચાર અડધી સદી છે. જ્યારે ગાયકવાડે IPLમાં કુલ 66 મેચ રમી છે. ગાયકવાડે IPLમાં બે સદી ફટકારી છે. વિશ્વની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી લીગમાં તેના નામે 2380 રન છે.
27 જુલાઈથી શ્રીલંકા સામે ટી20 શ્રેણી
ઝિમ્બાબ્વે બાદ હવે ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર જશે. ભારતીય ટીમ શ્રીલંકામાં ત્રણ મેચની T20 અને એટલી જ ODI શ્રેણી રમશે. ભારતનો શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈએ પ્રથમ T20થી શરૂ થશે. જોકે, BCCIએ હજુ સુધી આ પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી નથી.