ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર ઋષભ પંત કાર અકસ્માતમાં ઘાયલ થયો છે. આ અકસ્માત શુક્રવારની વહેલી સવારે રૂરકી પાસેના બ્લેક સ્પોટ પર થયો હતો. દુર્ઘટના સમયે રિષભ મર્સિડીઝ કારમાં એકલો હતો અને તે પોતે જ ડ્રાઇવ કરી રહ્યો હતો. તેને સારવાર માટે દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો
રૂરકીની નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે વળાંક પર તેમની કારનો અકસ્માત થયો હતો. આ જગ્યા બ્લેક સ્પોટ છે અને અહીં હંમેશા અકસ્માત થવાની સંભાવના રહે છે. અકસ્માત બાદ ઋષભ સમયસર કારનો કાચ તોડીને બહાર નીકળી ગયો હતો અને જોતા જ કારમાં આગ લાગી ગઈ હતી.
આ અકસ્માત નિદ્રાના કારણે થયો હોવાની આશંકા છે. દેહરાદૂનની મેક્સ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.આશિષ યાજ્ઞિકે કહ્યું કે તેઓ રિષભ પંતના શરીર પર બહારથી કોઈ ગંભીર ઈજા જોઈ શકતા નથી. જોકે ઋષભે કમર, માથા અને પગમાં ઈજાઓ વિશે જણાવ્યું છે.