ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર ઋષભ પંત રોડ અકસ્માતનો શિકાર બન્યો છે. તેમની કાર રૂડકીમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં પંતને માથા અને પગમાં ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ લાગી હતી અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. પંત પ્લાસ્ટિક સર્જરી કરાવશે. આ માટે તબીબોએ તેમને દિલ્હી રેફર કર્યા છે. પંત દિલ્હીથી ઉત્તરાખંડમાં પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમની કારને રૂરકીની નરસન બોર્ડર પર હમ્માદપુર ઝાલ પાસે અકસ્માત નડ્યો હતો.
પંતને માથા અને પગમાં ઈજા થઈ હતી. તેને પીઠમાં પણ ઘણી ઈજા છે. જો કે તેમની હાલત સ્થિર છે અને તેમને દિલ્હી રીફર કરવામાં આવ્યા છે.
રિષભ પંતની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. ત્યારબાદ કારમાં આગ લાગી હતી અને પંતને મુશ્કેલીથી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને દિલ્હી રોડ પર આવેલી સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને દિલ્હી રીફર કરવામાં આવ્યો છે.