રોહિત શર્માઍ રવિવારે પાકિસ્તાન સામેની મેચમાં પોતાની વનડે કેરિયરની 24મી અને વર્લ્ડ કપની બીજી સદી પુરી કરી હતી. આ સદી ફટકારવાની સાથે જ તે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારનારો વિરાટ કોહલી પછી બીજા ભારતીય ખેલાડી બન્યો હતો. રોહિતે ૮૫ બોલમાં સદી પુરી કરી તેની સાથે જ તે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ભારતીયોમાં પાંચમા ક્રમે રહ્યો હતો.
રોહિત કરતાં પહેલા વિરાટ કોહલીઍ 2015ના વર્લ્ડ કપમાં ઍડિલેડ ખાતે સદી ફટકારી ચુક્યો છે. જો બંને ટીમ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની મેચોની વાત કરવામાં આવે તો બંને ટીમ મળીને આ માત્ર ત્રીજી સદી રહી છે. કોહલી અને રોહિત પહેલા વર્લ્ડ કપમાં બંને ટીમ વતી પહેલી સદી સઇદ અનવરે 2003ના વર્લ્ડ કપમાં કરી હતી.
ઇંગ્લેન્ડમાં સર્વાઘિક સદી ફટકારવા મામલે રોહિતે સચિનને પાછળ મુક્યો
રોહિત શર્માઍ ઇંગ્લેન્ડમાં વનડે રમતી વખતે સર્વાઘિક સદી ફટકારવાનો સચિનનો રેકોર્ડ આજે તોડ્યો હતો અને તે આ મામલે પોતાના ઓપનીંગ જોડીદાર શિખર ધવનની સાથે બેઠો છે. સચિન તેંદુલકરે ઇંગ્લેન્ડમાં 3 વનડે સદી ફટકારી છે, જ્યારે રોહિતે આજની સદી સાથે કુલ ચોથી વનડે સદી ફટકારી છે. તેણે અને ધવને બંનેઍ ઇંગ્લેન્ડની ધરતી પર 4-4 વનડે સદી ફટકારી છે.
વર્લ્ડ કપમાં ભારત વતી સર્વાધિક ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓ
ખેલાડી બોલ હરીફ ટીમ વર્ષ
સેહવાગ 81 બર્મુડા 2007
કોહલી 83 બાંગ્લાદેશ 2011
સચિન 84 કેન્યા 1999
ધવન 84 આયરલેન્ડ 2015
રોહિત 85 પાકિસ્તાન 2019