ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દિલ્હીના ફિરોઝ શાહ કોટલામાં રમાયેલી પ્રથમ ટી20 મેચમાં ભારતે ઐતિહાસીક જીત મેળવી હતી. જેમાં ઓપનર રોહિત શર્માએ વધુ એક સિદ્વિ પોતાના નામે કરી હતી. રોહિત શર્મા હવે ટી20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસમેન બની ગયો છે.
રોહિત શર્માએ કૉલિન મુનરોની બોલિંગમાં બીજો છગ્ગો ફટકારતા તેણે ભારતના ઓલરાઉન્ડર બેટસમેન સુરેશ રૈનાને પાછળ મૂક્યો હતો. આ સાથે રોહિત શર્મા છગ્ગા ફટકારવાના મામલામાં નંબર-1 પર પહોંચી ગયો છે. રોહિત શર્માના નામે હવે 257 ટી20 મેચમાં 268 છગ્ગા નોંધાયા છે. જ્યારે સુરેશ રૈના 265 છગ્ગા સાથે બીજા નંબર પર છે.
ભારતીય ખેલાડીઓના ટી20માં છગ્ગા
રોહીત શર્મા 268
સુરેશ રૈના 265
યુવરાજસિંહ 244
ધોની 227
યુસુફ પઠાણ 221
વિરાટ કોહલી 217
આમ તો ટી20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઇલના નામે છે. ગેઇલના નામે 772 છગ્ગા છે. ઉલ્લેખનીય છેકે, રૈનાએ આઇપીએલ 2017 દરમિયાન રોહિત શર્માને પાછળ મૂક્યો હતો, ત્યારે હવે રોહિત શર્મા નંબર-1 બની ગયો છે. ભારત તરફથી ટ્વેન્ટી-20 ક્રિકેટમાં ત્રીજા નંબર પર સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટસમેન યુવરાજ સિંહ છે. જેના નામે 244 છગ્ગા છે. ચોથા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની 227 છગ્ગા સાથે અને પાંચમા નંબર પર 217 છગ્ગા સાથે વિરાટ કોહલી છે.