ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમેલી પોતાની ઇનિંગ (20 બોલ 4 સિક્સર અને 4 ફોર અણનમ 46 રન)ના દમ પર ટીમને જીત અપાવીને સીરિઝમાં વાપસી કરાવી હતી. આ સાથે જ રોહિત શર્માએ કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા હતા. રોહિત શર્માએ જે ઇનિંગ રમી તેમાં તેને 4 સિક્સર ફટકારી હતી. હવે એક કેલેન્ડર વર્ષમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે થઇ ગયો છે.
રોહિત શર્માએ એરોન ફિંચનો રેકોર્ડ તોડ્યોરોહિત શર્માએ નાગપુરમાં પોતાની આક્રમક ઇનિંગ દરમિયાન જોરદાર 4 સિક્સર ફટકારી હતી અને આ સિક્સરના દમ પર તે એક કેલેન્ડર વર્ષમાં ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્મા પહેલા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ એરોન ફિંચના નામ પર દર્જ હતો.
એરોન ફિંચે આ કમાલ વર્ષ 2018માં કરી હતી અને તેને તે વર્ષે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે કુલ 25 સિક્સર ફટકારી હતી. રોહિત શર્માએ તેને પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ આ વર્ષે અત્યાર સુધી 26 સિક્સર ફટકારી છે.કેપ્ટનની ટીમમાં ટી-20 ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સિક્સર ફટકારવા મામલે ત્રીજા નંબર પર વિરાટ કોહલી છે જેને વર્ષ 2019માં 23 સિક્સર ફટકારી હતી જ્યારે વર્ષ 2022માં અત્યાર સુધી 21 સિક્સર સાથે શ્રીલંકાનો કેપ્ટન દાસુન શનાકા ચોથા નંબર પર છે.
ક્વિન્ટન ડી કોકે વર્ષ 2020માં કેપ્ટન તરીકે 21 સિક્સર ફટકારી હતી અને તે પાંચમા નંબર પર છે.કેપ્ટન તરીકે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર26 સિક્સર- રોહિત શર્મા (2022)25 સિક્સર- એરોન ફિન્ચ (2018)23 સિક્સર- વિરાટ કોહલી (2019)21 સિક્સર- દાસુન શનાકા (2022)21 સિક્સર- ક્વિન્ટન ડી કોક (2020)