ન્યીઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને મેજબાનો સામે 5 મેચની ટેસ્ટ સિરિઝ રમવા માટે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ પહોંચી ચુકી છે. ઈંગ્લેન્ડની મુશ્કેલ પરિસ્થિતિમાં રમવા માટે પસંદગીકારોએ જે ટીમની જાહેરાત કરી છે. એમાં થોડા અનુભવની અછત દેખાઈ રહી છે. પાકિસ્તાનના પૂર્વ કેલાડી રમીઝ રાજાનું માનવું છે કે આ અનુભવની કમી ભારત ઉપર પ્રેશર બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડમાં સફળ થવા માટે ટીમના ત્રણ પક્ષને મજબૂત થવાની ખૂબ જ જરૂર છે. જેમાં સલામી બલ્લેબાજ, સલામી બોલર અને વિકેટ કીપર આવે છે. જો કોઈ ટીમ આ ત્રણ ડિપાર્ટમેન્ટમાં મજબૂત હોય તો આ ઇંગ્લેન્ડની મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરી શકે છે.
ઇંગ્લેડ પ્રવાસ ઉપર ભારતે રોહિત શર્મા, શુભમન ગિલ સમેત મયંક અગ્રવાલ સલામી બેસ્ટેમન પસંદ કરવામાં આવ્યા છે. આ ત્રણે ખેલાડીઓ ઇંગ્લેડમાં ટેસ્ટ ક્રિકેટ રમવાનો અનુભવ નથી. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે ટીમમાં કેએલ રાહુલ પણ છે. જેણે 2018માં સારું પ્રદર્શન કર્યું હતું. હજી સુધી આ ફિટનેસ ઉપર કોઈ અપડેટ આવી નથી.
આ મુદ્દા ઉપર ખાનગી ટીવી ચેનલ સાથે વાતચીત કરતા રમીઝ રાજાએ કહ્યું હતું કે ઇંગ્લેન્ડમાં જે પણ ટીમ સફળ થઈ છે અથવા તો પછી જે પણ ટીમ સારું પરફોર્મ કર્યું છે. તેની બે ત્રણ ચીજો કોન્સેટ છે. તેમના સલામી બેસ્ટેમન, સલામી બોલર અને વિકેટ કીપર મજબૂત બને છે.
જો તમારા સલામી બેસ્ટમેન મજબૂત છે તો નવી બોલરઅને નવા બોલ ઉપર પોતાની તાકાત બતાવી તો ગેમ સરળ બની રહે શે. રાજાએ કહ્યું કે ઇંગ્લેન્ડ પ્રવાસમાં સફળ થવા માટે રોહિત શર્મા વિરાટ કોહલી પાસેથી ટીપ્સ લઈ શકે છે.