મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલની 12મી સિઝનની ફાઇનલમાં ચેન્નઇ સુપર કિંગ્સને 1 રને હરાવીને ચોથીવાર આઇપીએલ ચેમ્પિયન બની હતી. મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓએ મોડી રાત સુધી આઇપીએલ ચેમ્પિયનશિપની ઉજવણી કરી હતી અને આ દરમિયાન મજાક મસ્તીનો લાંબો દોર ચાલ્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ચોથીવાર આઇપીએલ ટાઇટલ જીતી તેની ઉજવણી કરતી વખતે રોહિત શર્માએ રેપ સોંગ ગાયું હતું અને તેમાં તેને યુવરાજ સિંહનો સાથ મળ્યો હતો. બંને જણા પુરા લય સાથે આ ગીત ગાતા જોવા મળ્યા હતા. મુંબઇ ઇન્ડિયન્સ દ્વારા પોતાની યુટ્યૂબ ચેનલ પર રોહિત અને યુવરાજના આ રેપ સોંગનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો.