Rohit Sharma 2027 પછી ODIને પણ અલવિદા? રોહિત શર્માની નિવૃત્તિ પર બાળપણના કોચે કર્યો મોટો ખુલાસો
Rohit Sharma રોહિત શર્માએ 7 મે, 2025ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટીમ ઇન્ડિયા આગામી મહિને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તૈયાર થઈ રહી છે. IPL 2025 ચાલી રહી છે અને વચ્ચે રોહિતના આ નિર્ણએ તેમના ભવિષ્ય વિશે અનેક ચર્ચાઓને ઉકાળે છે.
રોહિતે ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીતીને તરત જ T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટને અલવિદા કહ્યું હતું. હવે, લગભગ એક વર્ષ બાદ, તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી છે. હાલમાં તે માત્ર ODI ક્રિકેટ માટે ઉપલબ્ધ રહેશે અને એ પણ કેટલા સમય સુધી – એ સવાલ હવે ઉઠી રહ્યો છે.
ટેસ્ટમાંથી નિવૃત્તિથી પહેલાની શ્રેણી – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની 5 ટેસ્ટની સીરીઝમાં રોહિત શર્માનું પ્રદર્શન નબળું રહ્યું હતું. તેમણે છેલ્લી ટેસ્ટ માટે પોતાને બહાર રાખ્યો હતો. ત્યારબાદ આકલન શરૂ થયું કે તે ટેસ્ટ ફોર્મેટને ટૂંક સમયમાં અલવિદા કહી શકે છે. હવે જ્યારે તેમણે નિવૃત્તિ જાહેર કરી છે, ત્યારે તેમના બાળપણના કોચ દિનેશ લાડનું નિવેદન વધુ રસપ્રદ બની રહ્યું છે.
દિનેશ લાડે PTI સાથે વાતચીતમાં જણાવ્યું કે, “રોહિત હવે 2027ના ODI વર્લ્ડ કપને પોતાના અંતિમ લક્ષ્ય તરીકે જોઈ રહ્યો છે. તે ઇચ્છે છે કે ભારત 2027માં વર્લ્ડ કપ જીતે અને પછી તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લે.”
લાડે ઉમેર્યું કે રોહિત શર્માનો આ નિર્ણય ઉતાવળનો ન હતો. તેણે વિચારપૂર્વક અને ભવિષ્યની યોજના પ્રમાણે પગલાં લીધાં છે. તેની ચિંતા એ છે કે નવી પેઢીને સમયસર તકો મળવી જોઈએ.
રોહિત શર્માના નિવૃત્તિના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે હવે તે ODI વર્લ્ડ કપ 2027 તરફ કેન્દ્રિત છે. જો ભારત એ ટુર્નામેન્ટ જીતી શકે, તો રોહિતના ભવ્ય કારકિર્દીનો મહિમા વધુ ઉંચો થઈ શકે છે.