Rohit Sharma Retirement: રોહિત શર્માના નિવેદન પર ઈરફાન પઠાણની રમુજી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
Rohit Sharma Retirement રોહિત શર્માએ હાલમાં જ નિવૃત્તિની અફવાઓને ફગાવી દીધી હતી. સિડની ટેસ્ટના બીજા દિવસે લંચ દરમિયાન આપેલા ઈન્ટરવ્યુમાં રોહિતે પોતાના ભવિષ્યને લઈને ચાલી રહેલી અટકળો પર સ્પષ્ટતા કરી હતી. તેણે સ્પષ્ટ કહ્યું કે તે હજુ નિવૃત્તિ લઈ રહ્યો નથી. રોહિતે એમ પણ કહ્યું કે ટીમની જરૂરિયાત મુજબ નિર્ણય લેવામાં આવે છે અને જ્યારે કોઈ ખેલાડી પ્રદર્શન ન કરી રહ્યો હોય ત્યારે તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવે છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા રોહિત શર્માએ પોતે જ સિડની ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન તેની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા હતા, પરંતુ રોહિતે આ બધી ચર્ચાઓને ફગાવી દીધી અને કહ્યું કે તેણે પોતાને બાકાત રાખવાનો નિર્ણય કર્યો છે.
રોહિતે પોતાની વાતમાં એમ પણ કહ્યું કે, હું સમજુ છું, બે બાળકોનો પિતા છું અને હું પોતે જાણું છું કે મારે મારા જીવનમાં શું જોઈએ છે. ઇન્ટરવ્યુના અંતે જ્યારે પ્રસ્તુતકર્તાએ રોહિત શર્માનો ભારતીય ક્રિકેટમાં આપેલા યોગદાન માટે આભાર માન્યો ત્યારે રોહિતે મજાકમાં જવાબ આપ્યો, “હું ક્યાંય નથી જતો.” આના પર પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણની પ્રતિક્રિયા પણ જોવા મળી હતી. ઈરફાન હસતો જોવા મળ્યો હતો અને ટીવી ચેનલ પર તેની પ્રતિક્રિયા સ્પષ્ટ દેખાઈ રહી હતી.