Viral Video: રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. ચાહકોએ વર્લ્ડ કપ વિજેતા ટીમને આવકારવા માટે કોઈ કસર છોડી ન હતી. દિલ્હીના એરપોર્ટથી લઈને મુંબઈના રસ્તાઓ પર ટીમ ઈન્ડિયાની એક ઝલક મેળવવા ચાહકોની ભીડ જામી હતી. ચાહકોએ કેપ્ટન રોહિત શર્મા, ઈન્ડિયા ચા રાજા રોહિત શર્માના નારા પણ લગાવ્યા. આ બધા વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. આ પછી ભારતીય ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેમની સાથે નાસ્તો કર્યો. આ બેઠક બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. જ્યાં ભારતીય ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાએ મરીન ડ્રાઈવથી વાનખેડે સુધી વિજય પરેડ યોજી હતી. આ વિજય પરેડ જોવા મરીન ડ્રાઈવ ખાતે લાખો ચાહકો એકઠા થયા હતા. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા લાખોની ભીડ વચ્ચે બસમાંથી નીચે ઉતર્યો અને દોડતો અને ડાન્સ કરતો સ્ટેડિયમ પહોંચ્યો. બાકીની ટીમ બસમાં જ રહી. તેનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Virat Kohli & Rohit Sharma creating memories for lifetime. ❤️ pic.twitter.com/q3M0iY2rD6
— Johns. (@CricCrazyJohns) July 4, 2024
રોહિત અને વિરાટે સ્ટેડિયમમાં ડાન્સ કર્યો હતો
વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા બાદ રોહિતે વિરાટ કોહલીને પોતાની સાથે સ્ટેન્ડ તરફ ખેંચ્યો અને બંનેએ ભાંગડા પરફોર્મ કર્યું. બંનેએ ચક દે ઈન્ડિયા ગીત પર ખેલાડીઓ સાથે જોરશોરથી ડાન્સ કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પછી BCCIએ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપી.