નવી દિલ્હી : રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10 નવેમ્બરના રોજ આઈપીએલની અંતિમ મેચ રમશે. પરંતુ રોહિત શર્માની આઈપીએલ કરતા વધારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે ચર્ચામાં છે. અહેવાલો અનુસાર રોહિત શર્મા સ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે. જોકે, રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં ફક્ત ટેસ્ટ શ્રેણી જ રમશે તેવી સંભાવના છે.
ટીમ ઈન્ડિયા 11 નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થઈ રહી છે. એક એએનઆઈના અહેવાલ મુજબ, રોહિત શર્મા 11 નવેમ્બરે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થશે નહીં અને તે પછીથી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ જશે.
રોહિત શર્માની વનડે અને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં ભાગ લેવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જ્યારે તે ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો ભાગ બનશે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્મા સંપૂર્ણ રીતે ફિટ થવા માટે થોડો વધુ સમય લેશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, “રોહિત શર્મા ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે, પરંતુ તે ફક્ત ટેસ્ટ શ્રેણી જ રમશે તેવી સંભાવના છે. ઓસ્ટ્રેલિયામાં ક્વોરેન્ટાઇન સમયગાળા માટે જવાબદારી હોવાથી, તેઓ મર્યાદિત ઓવરમાં ભાગ લઈ શકશે નહીં.