ફૂટબોલના પ્રશંસક ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે તે પોર્ટુગલના ફુટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પાસેથી પ્રેરણા મેળવે છે. તેના મતે રોનાલ્ડોઍ પોતાની અદ્ભૂત શિસ્ત વડે આર્જેન્ટીનાના સ્ટાર લિયોનલ મેસીની સરખામણીઍ વધુ પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. રોનાલ્ડો અને કોહલીઍ ફિટનેસ મામલે નવા માપદંડ ઊભા કર્યા છે.
વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધની ટી-20 સિરીઝની પ્રથમ બે મેચ રમવા માટે ફલોરિડા પહોંચેલા કોહલીઍ ફિફા.કોમ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા માટે ક્રિસ્ટીયાનો રોનાલ્ડો સૌથી ઉપર છે. તેની પ્રતિબદ્ધતા અને શિસ્તતા લાજવાબ છે. તમે દરેક મેચમાં તે જોઇ શકો છો અને હું ઍ દરેક કલબનું સમર્થન કરું છું જેના માટે તે રમે છે. તેનાથી મને પ્રેરણા મળે છે.
મેસી વિરુદ્ધ રોનાલ્ડોની કદી ન પુરી થનારી ચર્ચામાં સામેલ થતાં કોહલીઍ કહ્યું હતું કે બાર્સિલોનાના સ્ટાર લિયોનલ મેસીની સરખામણીઍ રોનાલ્ડોનો કેરિયર ગ્રાફ વધુ સારો રહ્યો છે. તેણે કહ્યું હતું કે મારા મતે રોનાલ્ડોઍ વધુ પડકારોનો સામનો કર્યો છે અને તેમાં તે સફળ પણ રહ્યો છે. તે વધુ મજબૂત ખેલાડી છે અને તે લોકોને પ્રેરિત કરે છે.