RR vs MI : વૈભવ સૂર્યવંશીનો ફોર્મ ટકશે કે રોહિત શર્માની આગેવાનીથી મુંબઈ જીતશે પ્લેઓફનો દાવ?
RR vs MI: આજના IPL 2025ના મુકાબલામાં જયપુરના સ્વામી માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ (RR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચ બંને ટીમોની પ્લેઓફની આશા માટે મહત્વપૂર્ણ છે.
રાજસ્થાનના માટે ‘અલ્ટિમેટ ટેસ્ટ’
રાજસ્થાન રોયલ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં 8મા ક્રમે છે. ટીમે અત્યાર સુધી 10 મેચમાંથી ફક્ત 3 જીત મેળવી છે અને 7 હારનો સામનો કરવો પડ્યો છે. જોકે, છેલ્લી મેચમાં વૈભવ સૂર્યવંશી દ્વારા ફટકારેલી Century ની આકરી ઇનિંગથી જીત મળી હતી, જેના કારણે ટીમના મોરલમાં વધારો થયો છે. આજે પણ જો વૈભવનો બેટ બોલે છે તો RR પાસે જીતની તક બની શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ ટોચ માટે લડશે
મુંબઈ ઈન્ડિયન્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમે સતત પાંચ મેચ જીતી છે. મુંબઈએ 10માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ મેળવ્યા છે. આજે RR સામેની જીત સાથે ટીમ ટોચના સ્થાન પર પહોંચી શકે છે. રોહિત શર્મા સારી ફોર્મમાં છે અને ટીમને મજબૂત શરૂઆત આપી રહ્યો છે, જ્યારે બુમરાહ અને બોલ્ટની જોડી બોલિંગમાં મજબૂત ઓપશન છે.
RR vs MI
રાજસ્થાન રોયલ્સ: વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, નીતીશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા.
ઇમ્પેક્ટ પ્લેયર: આકાશ માધવાલ / શિવમ દુબે
મુંબઈ ઈન્ડિયન્સ: રેયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોર્બીન બોશ, દીપક ચહર, કર્ણ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.
મેચમાં નજર રાખવાની બાબતો
– વૈભવ vs બુમરાહ
– રોહિત શર્માની અટકાવી શકાશે કે નહીં?
– RR ની પ્લેઓફની આશા જીવંત રહેશે કે નહીં?
આજની રાત્રે જે ટીમ પ્રેશર સંભાળી શકશે, તે જ જીત તરફ આગળ વધશે. શું રાજસ્થાન અટકી જશે કે મુંબઈ ટોચે પહોંચશે, તે જોવું રસપ્રદ રહેશે!