RR vs SRH: ઇશાન કિશનની વિસ્ફોટક સદી, હૈદરાબાદની શાનદાર જીત, રાજસ્થાન 44 રનથી હાર્યું
RR vs SRH: IPL 2025 ની બીજી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એ રાજસ્થાન રોયલ્સ (RR) સામે 44 રનથી શાનદાર જીત નોંધાવી. ઇશાન કિશન અને ટ્રેવિસ હેડ ના તોફાની ઇનિંગ્સે રાજસ્થાનને પછાડી દીધું.
હૈદરાબાદના બેટ્સમેનોએ બોલરોને ધૂળ ચટાવી
ટોસ હારીને SRH બેટિંગ કરવા ઉતર્યું અને તેમના બેટ્સમેનોએ વિસ્ફોટક પ્રદર્શન કર્યું. ટ્રેવિસ હેડ (31 બોલ, 67 રન) અને અભિષેક શર્મા ની શાનદાર શરૂઆત બાદ ઇશાન કિશન એ માત્ર 47 બોલમાં 106 રનની નોટઆઉટ સદી ફટકારી. બંને બેટ્સમેનો વચ્ચે 85 રનની ભાગીદારી થઈ.
SRH માટે નીતીશ રેડ્ડી (15 બોલ, 30 રન) અને હેનરિક ક્લાસેન (14 બોલ, 34 રન) એ પણ દમદાર હિટિંગ કર્યું. આ કારણે હૈદરાબાદ 286 રનનો વિશાળ સ્કોર ખડકવામાં સફળ રહ્યું.
RR માટે બોલિંગ પરિશ્રમજનક રહ્યો:
ફઝલહક ફારૂકી: 3 ઓવર, 49 રન
તીક્ષા: 4 ઓવર, 52 રન, 2 વિકેટ
તુષાર દેશપાંડે: 4 ઓવર, 44 રન, 3 વિકેટ
જોફ્રા આર્ચર: 4 ઓવર, 76 રન
રાજસ્થાનનો પ્રયાસ નિષ્ફળ ગયો
241 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી રાજસ્થાનની ટીમ શરુઆતમાં જ સંઘર્ષ કરી. ઓપનર યશસ્વી જયસ્વાલ માત્ર 1 રન બનાવી પેવેલિયન પાછો ફર્યો. કેપ્ટન રિયાન પરાગ 4 રન અને નીતીશ રાણા 11 રન જ બનાવી શક્યા.
તેમ છતાં, સંજુ સેમસન (66 રન, 36 બોલ) અને ધ્રુવ જુરેલ (70 રન) વચ્ચે 111 રનની ભાગીદારી થઈ, પણ તે જીત માટે પૂરતી ન રહી. RR 241 રન જ બનાવી શક્યું અને 44 રનથી હારી ગયું.
આ જીત સાથે SRHએ IPL 2025 માં વિજયી શરૂઆત કરી અને ટેબલમાં મજબૂત સ્થાન મેળવ્યું.