મુંબઇ : ભારતના પૂર્વ વિકેટકિપર સબા કરીમને ભારતીય ક્રિકેટ બોર્ડે જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન) તરીકે નિમણુક કરી છે. છેલ્લા કેટલાક સમયથી કરીમનું નામ આ પદ માટે ચાલી રહ્યું હતું. આ પદ માટે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ રેસમાં હતો. સબા કરીમ પહેલી જાન્યુઆરીથી પદ સંભાળશે અને તે BCCI ના CEO રાહુલ જોહરીને રિપોર્ટ કરશે.
બીસીસીઆઈએ મીડિયાને જણાવ્યું હતું કે બોર્ડની બેઠકમાં તે જોહરીનો સહાયક રહેશે. સબા કરીમે કેટલીક મોટી જવાબદારી નિભાવવી પડશે. સપ્ટેમ્બરમાં હિતોના ટકરાવ બાદ એમવી શ્રીધરે રાજીનામું આપ્યા પછી આ પદ ખાલી હતું. બીસીસીઆઈએ આ પદ માટે અરજી મંગાવી હતી. કરીમને ઘરેલું સ્તરની ઘણી જાણકારીઓ છે. સબા કરીમ એક ટેસ્ટ અને 34 વન-ડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. વિકેટકિપર બેટ્સમેન તરીકે સબા કરીમ પોતાની 18 વર્ષની કારકિર્દીમાં 120 ફર્સ્ટ ક્લાસ અને 124 લિસ્ટ એ મેચ રમી ચૂક્યો છે.