મુંબઇ : ભારતીય ટીમના માજી દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકરે પોતે બોલિંગ કરતો હોય તેવો ઍક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, 46 વર્ષિય સચિને વિનોદ કાંબલીને બોલિંગ કરતો આ વીડિયો શેર કરતાં લખ્યું હતું કે વિનોદ કાંબલીને બોલિંગ કરતા ઘણું સારું લાગ્યું. શિવાજી પાર્કમાં બાળપણની યાદ તાજી થઇ. ઘણાં અોછા લોકો ઍ જાણે છે કે હું અને વિનોદ ઍક જ ટીમમાંથી રમતા હતા અને ક્યારેય ઍકબીજા સામે રમ્યા નથી.
Felt great to be back in the nets with @vinodkambli349 during the @tendulkarmga lunch break!
It sure took us back to our childhood days at Shivaji Park… ?Very few people know that Vinod & I have always been in the same team and never played against each other. #TMGA pic.twitter.com/DzlOm12SKa
— Sachin Tendulkar (@sachin_rt) May 11, 2019
સચિનના વીડિયોને રીટ્વિટ કરીને આઇસીસીઍ લખ્યું તારા ફ્રંટ ફૂટ પર નજર નાખ
આ વીડિયોને આઇસીસીઍ રીટ્વિટ કરીને તેના પર ટીખળ કરી હતી. વીડિયોમાં સચિન પોતાના સ્કુલ ફ્રેન્ડ અને માજી ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીને બોલિંગ કરતો જાવા મળે છે. બોલિંગ કરતાં સચિનનો ફ્રન્ટ ફૂટ ઘણો આગળ નીકળી જાય છે. જેના પર આઇસીસીઍ ટીખળ કરી હતી.
Watch your front foot, @sachin_rt ? pic.twitter.com/eZ4N8mKGME
— ICC (@ICC) May 12, 2019
આઇસીસીઍ આ વીડિયોને પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી રીટ્વિટ કરીને લખ્યું હતું કે તારા ફ્રન્ટ ફૂટ પર નજર નાંખ. સાથે જ આઇસીસીઍ અમ્પાયર સ્ટીવ બકનરનો નો બોલનો સંકેત આપતો ફોટો પણ સચિનના ફોટાની સાથે જાડ્યો હતો.