કાઠમાંડુ: દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર યુનિસેફ નેપાળના ‘બેટ ફોર બ્રેન ડેવલોપમેન્ટ’ અભિયાન સાથે સંકળાયેલ છે અને આ માટે તેઓ જાગૃતિ લાવવા માટે ત્રણ દિવસના નેપાળ પ્રવાસ પર છે. તેના પ્રવાસ દરમિયાન તે નેપાળની મહિલા ટીમ સાથે મેચ રમ્યો હતો.
45 રનનું લક્ષ્ય મળ્યું હતું
આ મેચમાં સચિને એક ટીમની કપ્તાની કરી હતી અને બીજી ટીમનો કપ્તાન નેપાળ રાષ્ટ્રીય ટીમનો પૂર્વ કેપ્ટન વિનોદદાસ હતો. પહેલા વિનોદની ટીમે 8 ઓવરમાં 45 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સચિન ટીમે સરળતાથી લક્ષ્ય હાંસલ કર્યું હતું.
આ સિવાય તેમણે પશુપતિનાથ મંદિરની પણ મુલાકાત લીધી હતી. નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલી સાથે મુલાકાત કરી હતી. ઓલીએ સચિનને તેના ટ્વિટમાં મળવા અંગે ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે યુનિસેફના ગુડવિલ એમ્બેસેડર અને પ્રખ્યાત ક્રિકેટર સચિન તેંડુલકરને મળીને તે ખૂબ આનંદ થયો. ઓલીએ કહ્યું કે સચિને બાળકોના હક અને કલ્યાણ માટે નેપાળ દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી.
સચિને શું કહ્યું?
તેના જવાબમાં સચિને કહ્યું કે સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં નેપાળના વડા પ્રધાને તેમની સાથે મુલાકાત કરી અને તેના માટે આભાર માન્યો. સચિને ઓલીની તબિયત સુધારવાની પણ પ્રાર્થના કરી હતી. સચિને એમ પણ કહ્યું હતું કે નેપાળથી તેને મળેલા પ્રેમથી તે અભિભૂત થઈ ગયો હતો. સચિને કહ્યું હતું કે પીએમ દ્વારા આપવામાં આવેલી ભેટ દીવો જે રીતે પ્રકાશ ફેલાવે છે, તે રીતે વિશ્વ, પ્રકાશ, ખુશી અને સમૃદ્ધિ છે.
Thank you for meeting me despite health issues @PM_Nepal Shri Oli ji, I wish you a speedy recovery.
I feel touched by the love and warmth received in Nepal.
Like the beautiful lamp you gifted – may there be brightness, happiness & prosperity all over the world.@unicef_nepal https://t.co/NVQ5mVgnFl— Sachin Tendulkar (@sachin_rt) November 17, 2019