મુંબઈ : ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે ઈન્સ્ટાગ્રામ પર દોરડું કુદતા એક વીડિયો શેર કર્યો છે અને તેના પ્રશંસકોને એક સંદેશ આપ્યો છે. સચિને કહ્યું હતું કે, લોકડાઉનને બે મહિના થયા છે, પરંતુ લોકોએ હિંમત રાખીને કંઇક કરતા રહેવું જોઈએ નહીં.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં કહ્યું છે કે ‘આ લોકડાઉન દરેક માટે ખૂબ મુશ્કેલ હતું, પરંતુ આપણે હિંમત ન ગુમાવવી જોઈએ. કંઇક કરતા રહો અને તમારી જાતને ફિટ અને સ્વસ્થ રાખો. ‘