Viral Video: સચિન તેંડુલકરના વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, ભારતને મળી ‘લેડી ઝહીર ખાન’
Viral Video ભારતના ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. આ વીડિયોમાં એક નાની છોકરી બોલિંગ કરતી જોવા મળી રહી છે, જેની એક્શન ભારતના મહાન ફાસ્ટ બોલર ઝહીર ખાન જેવી છે. આ છોકરીનું નામ છે સુશીલા મીના, અને સચિન તેંડુલકર તેની બોલિંગ એક્શનથી એટલો પ્રભાવિત થયો કે તેણે તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો.
Viral Video સચિન તેંડુલકરે આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું, “જોવામાં સરળ અને આનંદદાયક. ઝહીર ખાન, સુશીલા મીનાની બોલિંગ એક્શન તમારી જેવી લાગે છે. શું તમે પણ આ જોયું છે?” સચિનની આ પોસ્ટને લાખો લોકોએ જોઈ અને તેને શેર કરવામાં આવી રહી છે. તેના ચાહકો પણ સુશીલાની બોલિંગના વખાણ કરી રહ્યા છે. એક ચાહકે તો ત્યાં સુધી કહ્યું કે ભારતની દરેક ગલી ક્રિકેટ ટેલેન્ટથી ભરેલી છે.
Smooth, effortless, and lovely to watch! Sushila Meena’s bowling action has shades of you, @ImZaheer.
Do you see it too? pic.twitter.com/yzfhntwXux— Sachin Tendulkar (@sachin_rt) December 20, 2024
રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારની સુશીલા મીના શાળાઓ વચ્ચે રમાતી ક્રિકેટ મેચોમાં ભાગ લે છે.
તેની બોલિંગ એક્શન ઝહીર ખાન જેવી છે, જે ડાબા હાથને ઝડપી બોલિંગ કરતો હતો. ઝહીર ખાનને સ્વિંગ માસ્ટર માનવામાં આવતો હતો અને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 610 વિકેટ લીધી હતી.
સચિનના આ વીડિયોથી સુશીલાનું નામ હવે સોશિયલ મીડિયા પર ઘણું ફેમસ થઈ ગયું છે અને ક્રિકેટ ચાહકોને આશા છે કે તે ભવિષ્યમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કરી શકશે.