નવી દિલ્હી : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મેચ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાને 12 દિવસની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સંજીવ ચાવલા 2000ના મેચ ફિક્સિંગ કૌભાંડના પ્રાથમિક આરોપીઓમાંના એક છે, જેમાં દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન હેંસી ક્રોનોનો સમાવેશ થાય છે. 2002 માં વિમાન દુર્ઘટનામાં ક્રોનીએનું મોત નીપજ્યું હતું.
અગાઉ પોલીસે ચાવલાની અટકાયતની માંગ કોર્ટ સમક્ષ 14 દિવસ માટે કરી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, ગુરુવારે લંડનથી પ્રત્યાર્પણ કરાયેલા ચાવલાને ષડયંત્રની જાણ મેળવવા માટે વિવિધ સ્થળોએ લઈ જવામાં આવશે અને ઘણા લોકોનો આમનો – સામનો કરાવવામાં આવશે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, ક્રોનીએ પણ આમાં સામેલ છે.