આજે વિશ્વનાં તમામ પ્રકારના સંશોધન થાય છે ત્યારે તેમાંથી સતત લોકપ્રિય બનતી જઇ રહેલી ક્રિકેટની રમત કઇ રીતે બાકાત રહી શકે. કેટલાક વૈજ્ઞાનિકોઍ હવે સંશોધન કરીને સસ્તી, ટકાઉ અને મજબૂત ક્રિકેટ બેટ તૈયાર કરી છે. કમ્પ્યૂટર મોડલ અને અનુકુળ અલ્ગોરિધમ સાથે તૈયાર કરાયેલી આ અલ્ગો બેટ હાલની હાઇ પર્ફોમન્સ ક્વોલિટી બેટની સરખામણીઍ સસ્તી હોવાનું કહેવાયું છે.
જે બાળકો ક્રિકેટમાં પોતાનું ભાવિ જાતા હોય અને ક્વોલિટી બેટ ખરીદવાની જેમની શક્તિ ન હોય તેમના માટે આ બેટ આશિર્વાદરૂપ નીવડશે ઍવું કહેવાઇ રહ્યું છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટીશ કોલંબિયાના વૈજ્ઞાનિકોઍ નોવલ અલ્ગોરિધમ અનુસાર તેને બનાવી છે, જેનાથી હાર્ડ બોલ પણ સારી રીતે રમી શકાશે. આ બાબતે યુનિવર્સિટીના પ્રોફેસર અને આ પ્રોજેક્ટના યુનિટ હેડ ફિલ ઍવાન્સ કહે છે કે જ્યારે નાના બાળકો ક્રિકેટ રમવાની શરૂઆત કરે ત્યારે હાઇ ક્વોલિટી બેટ ખરીદવી તેમના માટે મુશ્કેલ હોય છે. જે બાળકો આગામી સમયમાં વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ કે ઇયોન મોર્ગન બનવાની ઇચ્છા ધરાવતા હોય તેમના માટે આ બેટ ઉપયોગી બની રહેશે. તેની કિ્ંમત 30થી 40 અમેરિકન ડોલર હશે.