નવી દિલ્હી : ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન તેના ફાઉન્ડેશન સાથે મળીને લોકોને મદદ કરી રહ્યો હતો અને હવે તેનો પોતાના કોરોના પોઝિટિવ આવ્યો છે.
ટ્વિટર પર આ વિશે માહિતી આપતા તેમણે લખ્યું – હું ગુરુવારથી અસ્વસ્થતા અનુભવું છું. મારું શરીર ખરાબ રીતે દુઃખી રહ્યું છે. મારો ટેસ્ટ કરાયો અને કમનસીબે મારો કોર્ન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છ. ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરો. ઇન્શા-અલ્લાહ …
I’ve been feeling unwell since Thursday; my body had been aching badly. I’ve been tested and unfortunately I’m covid positive. Need prayers for a speedy recovery, InshaAllah #COVID19 #pandemic #hopenotout #staysafe #stayhome
— Shahid Afridi (@SAfridiOfficial) June 13, 2020
નોંધનીય છે કે, શાહિદ આફ્રિદી તેના ફાઉન્ડેશનની સાથે લોકડાઉન દરમિયાન જરૂરતમંદોને મદદ કરી રહ્યો હતો. જો કે આ સમય દરમિયાન તે ઘણા વિવાદોમાં પણ રહ્યો હતો. તેનું કારણ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાશ્મીર પર તેમની ટિપ્પણી હતી.