ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી વર્લ્ડકપની 34મી મેચમાં ભારતીય ટીમે પ્રથમ દાવ લઇને વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની અર્ધસદી ઉપરાંત રાહુલે 48 અને હાર્દિકે 46 રનની ઝડપી ઇનિંગની મદદથી 7 વિકેટે 268 રનનો સ્કોર કરીને 269 રનનો લક્ષ્યાંક મુકીને પછી મહંમદ શમીની આગેવાનીમાં ભારતીય બોલરોઍ વેસ્ટઇન્ડિઝને 143માં તંબુભેગું કરી ટીમને 125 રને જીતાડી હતી. આ વિજય સાથે ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં રનરેટના આધારે બીજા ક્રમે પહોંચી ગઇ છે અને તેનું સેમી ફાઇનલમાં સ્થાન લગભગ પાકું થઇ ગયું છે.
વિરાટ કોહલીઍ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યા પછી ભારતીય ટીમને છઠ્ઠી ઓવરમાં પહેલો ફટકો પડ્યો હતો, સારી રિધમમા જણાતો રોહિત શર્મા અંગત 18 રને થર્ડ અમ્પાયરના ઍક વિવાદાસ્પદ નિર્ણયનો શિકાર બનીને આઉટ થયો હતો. રાહુલ અને કોહલીઍ તે પછી 69 રનની ભાગીદારી કરી. જો કે રાહુલ ફરી ઍકવાર સારી શરૂઆતને મોટી ઇનિંગમાં ફેરવવાથી નિષ્ફળ રહ્યો હતો અને તે અંગત 48 રને કરીને આઉટ થયો હતો. તે પછી વિજય શંકર 14 અને કેદાર જાદવ 7 રન કરીને આઉટ થતા તેના કારણે ભારતનો સ્કોર 4 વિકેટે 104 રન થયો હતો.
મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીઍ સતત ચોથી અર્ધસદી ફટકારી પણ સદી બનાવતા વધુ ઍકવાર ચુક્યો
વિરાટ કોહલીઍ પોતાની 53મી અને આ વર્લ્ડ કપની સતત ચોથી અર્ધસદી ફટકારી હતી, જો કે ફરી ઍકવાર અર્ધસદીને સદીમાં ફેરવતા ચુક્યો હતો. 39મી ઓવરમા કોહલી અંગત 72 રન કરીને આઉટ થયો હતો. તે પછી ધોની સાથે જોડાયેલા હાર્દિકે ઝડપી રમત બતાવી હતી, બંને વચ્ચે 47 બોલમાં 50 રનની ભાગીદારી થઇ હતી, જેમાં હાર્દિકના 30 જ્યારે ધોનીના 18 રન હતા. બંનેઍ કુલ 70 રનની ભાગીદારી કરી તેમાં હાર્દિકના 46 રન જ્યારે ધોનીના 22 રન હતા. જો કે ધોની તે પછી 61 બોલમાં 56 રન કરીને નોટઆઉટ રહ્યો હતો અને ભારતીય ટીમનો સ્કોર 50 ઓવરમાં 7 વિકેટે 268 રન થયો હતો.
269 રનના લક્ષ્યાંક સામે વેસ્ટઇન્ડિઝની શરૂઆત ખુબ ધીમી રહી હતી અને પાંચમી ઓવરમાં માત્ર 10 રન બોર્ડ પર હતા ત્યારે ક્રિસ ગેલ આઉટ થયો હતો. તે પછી 7મી ઓવરમાં 16 રનના સ્કોર પર શાઇ હોપ પણ આઉટ થઇ ગયો હતો. સુનિલ ઍમ્બ્રિસ અને નિકોલસ પૂરને ત્રીજી વિકેટની 55 રનની ભાગીદારી કરી હતી. તે પછી ભારતીય બોલરોઍ ટીમની વાપસી કરાવી હતી અને તેના કારણે વેસ્ટઇન્ડિઝે પોતાની અંતિમ 8 વિકેટ માત્ર 72 રનના ઉમેરામાં ગુમાવી દીધી હતી. ભારત વતી મહંમદ શમીઍ 4 જ્યારે જસપ્રીત બુમરાહ અને યજુવેન્દ્ર ચહલે 2-2 તેમજ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 1-1 વિકેટ લીધી હતી.