નવી દિલ્હી : વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી -20 શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયા માટે કોઈ સારા સમાચાર નથી. ઘૂંટણની ઈજાને કારણે ઓપનર શિખર ધવન શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન તેને ઈજા પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંજુ સેમસનને તેની જગ્યાએ તક મળી શકે છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટી -20 મેચની શ્રેણી 6 ડિસેમ્બરથી રમાશે.
તાજેતરમાં મહારાષ્ટ્ર સામે સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચમાં દિલ્હીના શિખર ધવનને ઘૂંટણની ઈજા થઈ હતી. રિપોર્ટ અનુસાર, તેમની ઉપલબ્ધતા અંગે ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. એવું કહેવામાં આવે છે કે 25 વર્ષીય સેમસનને ધવનની જગ્યાએ સામેલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, વેસિન્ડિઝની સામે ટી -20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સ્કોડમાં કેરળના સંજુ સેમસનને પસંદ કરવામાં આવ્યો ન હતો. તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂરે પસંદગીકારોના પગલા પર સવાલ ઉઠાવ્યા હતા, જેને હરભજનસિંહે પણ ટેકો આપ્યો હતો.