Shivam Dube Luxury Apartment: ક્રિકેટ ફેમથી મિલકત સુધીનો સફર – શિવમ દુબેનું પરિવાર અને સંપત્તિ બંનેમાં સતત વધારો
Shivam Dube Luxury Apartment: ભારતીય ક્રિકેટ ટીમનો ફિનિશર તરીકે જાણીતો ઓલરાઉન્ડર શિવમ દુબે હવે પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને કારણે પણ ચર્ચામાં છે. T20 વર્લ્ડ કપ 2024માં વિજયી ભારતીય ટીમનો ભાગ રહેલા શિવમે હાલમાં મુંબઈમાં બે લક્ઝરી એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે, જેના માટે તેમણે લગભગ ₹27.50 કરોડ ચુકવ્યા છે.
આ બંને ઘર મુંબઈના અંધેરી વેસ્ટ વિસ્તારમાં DLH એન્ક્લેવમાં 17મા અને 18મા માળે આવેલ છે. સ્ક્વેર યાર્ડ્સ પોર્ટલ મુજબ, બંને ફ્લેટ્સનો કુલ કાર્પેટ એરિયા 4,200 ચોરસ ફૂટ છે અને સાથે સાથે 3,800 ચોરસ ફૂટની વિશાળ બાલ્કની પણ છે, જેનાથી કુલ વિસ્તાર 9,603 ચોરસ ફૂટ થાય છે. મિલકતના નોંધણી દસ્તાવેજો અનુસાર, શિવમે આ લક્ઝરી ફ્લેટ્સ માટે 1.65 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30 હજાર રૂપિયા નોંધણી ફી તરીકે ચૂકવ્યા છે.
શિવમ દુબેનું અંગત જીવન પણ સમાચારમાં
શિવમ દુબે તેમનાં અંગત જીવનને લઈ પણ અનેકવાર ચર્ચામાં આવ્યા છે. વર્ષ 2021માં તેમણે મુસ્લિમ છોકરી અંજુમ ખાન સાથે લગ્ન કર્યા હતા, જે પ્રસંગ સોશિયલ મીડિયા અને મીડિયા માટે ચર્ચાનો વિષય રહ્યો હતો. તેમની પ્રેમ કહાનીથી લઈને લગ્ન સુધીના દરેક પગલાંએ ચાહકોમાં જિજ્ઞાસા જગાવી છે.
ક્રિકેટ કારકિર્દી અને ભવિષ્ય
ક્રિકેટની વાત કરીએ તો શિવમ દુબેે 4 ODI અને 35 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યા છે. IPL 2025માં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેમને જાળવી રાખવામાં આવ્યા હતા. IPL 2024માં તેમણે 357 રન બનાવ્યા હતા અને ભારત માટે કેટલાક મેચવિનિંગ પ્રદર્શન આપ્યા હતા. તેમનો શ્રેષ્ઠ સ્કોર 63 રહ્યો છે.
હાલમાં, શિવમ દુબે ભારત માટે ટેસ્ટ મેચ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મિડલ ઓર્ડર બેટ્સમેન અને પાવર હિટર તરીકે તેમની સતત ફરજિયાત હાજરી તેમને ટીમ માટે અમૂલ્ય બની રહી છે.