ભારતીય ટીમ સામેના પરાજયને પગલે પાકિસ્તાની ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસી રહ્યો છે અને તેમાં મેચના આગલા દિવસે પાકિસ્તાની ખેલાડીઓ મોડી રાત સુધી હોટલમાં પાર્ટી કરતાં હોવાના ઍક વીડિયો/ફોટોઍ બળતામાં ઘી હોમ્યું હતું. આ વીડિયોમાં શોઍબ મલિક પોતાની પત્ની સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ટીમના અન્ય ખેલાડીઓ સાથે ડિનર કરતો જાવા મળે છે. તેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસ્યો હતો.
When will Pak media be accountable for their credibility by our courts?!
Having served my country for +20 years in Intl Cricket, it’s sad that I have to clarify things related to my personal life. The videos are from 13th June and not 15th
Details : https://t.co/Uky8LbgPHJ
— Shoaib Malik ?? (@realshoaibmalik) June 17, 2019
આ મામલે શોઍબ મલિકે ટ્વિટ કરીને પોતાના દેશના મીડિયા પર આરોપ લગાવતા કહ્યું હતું કે 20 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા પછી પણ આ પ્રકારે અંગત જીંદગી બાબતે સ્પષ્ટીકરણ આપતા દુખ થાય છે. મલિકે ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાની મીડિયા પોતાની વિશ્વસનીયતા મામલે ક્યારે જવાબદાર બનશે. તેણે સાથે જ લખ્યું હતું કે આ વીડિયો 13 જૂનની રાત્રીનો છે, 15 જૂનની રાતનો નથી. આ વીડિયો જેણે ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો તેણે પોતાનું ઍ ઍકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.