Shubman Gill Injury: શુબમન ગિલ એડિલેડ ટેસ્ટમાંથી પણ ગેરહાજર રહેશે? આંગળીની ઇજા પર મોટું અપડેટ!
Shubman Gill Injury ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પહેલા શુભમન ગિલને આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તે પ્રથમ ટેસ્ટમાં ટીમની બહાર થઈ ગયો હતો. હવે બીજી ટેસ્ટ પહેલા ગિલની આંગળીમાં થયેલી ઈજા ફરી એકવાર ચર્ચાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગિલની ઈજામાં સુધારો થયો છે પરંતુ તે હજુ પણ સંપૂર્ણ રીતે સાજો થયો નથી, જેના કારણે ટીમમાં તેની વાપસી અંગે પ્રશ્નો ઉભા થયા છે.
Shubman Gill Injury ગીલ ઈજાના કારણે એડિલેડ ટેસ્ટમાંથી પણ ગેરહાજર રહે તેવી શક્યતા છે. હાલમાં ટીમની મેડિકલ ટીમ સતત તેની ઈજાની તપાસ કરી રહી છે અને અંતિમ નિર્ણય મેચ પહેલા લેવામાં આવશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ ભારતે જીતી, હવે બીજી ટેસ્ટ એડિલેડમાં યોજાશે
ભારતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ જીતી લીધી છે અને હવે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન એડિલેડ ઓવલ ખાતે રમાશે. રોહિત શર્મા પરિવાર સાથે સમય વિતાવવાને કારણે પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો, જ્યારે શુભમન ગિલ આંગળીમાં ઈજાના કારણે ટીમની બહાર હતો. હવે રોહિત શર્મા બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની કમાન સંભાળશે, પરંતુ શુભમન ગિલ ટીમ સાથે જોડાય તેવી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે.
ગીલની ઈજાની તાજેતરની સ્થિતિ
શુભમન ગિલની આંગળીમાં થયેલી ઈજા અંગેના પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેને ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી આરામની જરૂર પડશે. ભારતીય ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે સંકેત આપ્યો હતો કે જો તેની ઈજામાં સુધારો થશે તો તે પ્રથમ ટેસ્ટમાં રમી શકે છે, પરંતુ આ શક્ય બન્યું ન હતું.
હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે શુભમન ગિલ 31 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી કેનબેરાના મનુકા ઓવલ ખાતે પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન સામે ડે-નાઇટ પ્રેક્ટિસ મેચમાં પણ નહીં રમે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં રમાનાર પિંક બોલ ટેસ્ટની તૈયારીઓ માટે આ મેચ મહત્વપૂર્ણ હતી, પરંતુ ગિલની ઈજાને કારણે તે તેમાં ભાગ લઈ શકશે નહીં.