Shubman Gill on Bumrah Absence: વર્કલોડ મેનેજમેન્ટ અંતર્ગત લેવામાં આવ્યો નિર્ણય, લોર્ડ્સ ટેસ્ટ માટે તૈયાર રાખવામાં આવશે બુમરાહ
Shubman Gill on Bumrah Absence: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું નથી. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાઈ રહેલી આ મહત્વપૂર્ણ મેચમાં, ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ટોસ બાદ કેપ્ટન શુભમન ગિલે જાહેરાત કરી કે બુમરાહને ‘વર્કલોડ મેનેજમેન્ટ’ અંતર્ગત આરામ આપવામાં આવ્યો છે.
શા માટે બુમરાહ બહાર છે? શુભમન ગિલે આપ્યું જવાબ
ટોસ બાદ નિવેદનમાં શુભમન ગિલે કહ્યું, “અમે ત્રણ ફેરફાર કર્યા છે – નીતીશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર અને આકાશદીપ ટીમમાં સામેલ થયા છે. જસપ્રીત બુમરાહ રમી રહ્યો નથી કારણ કે તેનું વર્કલોડ મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. હવે અમને લાંબો બ્રેક મળ્યો છે, અને આવનારી ત્રીજી ટેસ્ટ લોર્ડ્સમાં છે, જ્યાં અમે તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકીશું.”
બુમરાહને આરામ આપવાનો નિર્ણય આગામી મેચો માટે તેમને તાજા રાખવા માટે લેવામાં આવ્યો છે, ખાસ કરીને ત્યારે જ્યારે ભારત શ્રેણીમાં પહેલેથી જ 0-1થી પાછળ છે અને દરેક આગળની મેચ માટે જીત અતિઆવશ્યક છે.
કુલદીપ યાદવ નહીં,વોશિંગ્ટન સુંદર કેમ?
ગિલે વધુમાં કહ્યું કે, “અમે કુલદીપ યાદવને રમાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ અમે બેટિંગમાં ઊંડાણ લાવવા માગતા હતા, અને આ માટે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ને તક આપવામાં આવી છે. અગાઉની મેચમાં ટેલ એન્ડર બેટિંગમાં ખૂબ બહેતર યોગદાન મળ્યું નહોતું, જે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે.”
પ્રથમ ટેસ્ટમાં ભારતનો નિરાશાજનક પ્રદર્શન
20 જૂને રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતે બંને ઇનિંગ્સમાં સદી નોંધાવતી બેટિંગline અપ દર્શાવ્યું હતું. ટીમે ઇંગ્લેન્ડ સામે 371 રનનો લક્ષ્યાંક મુક્યો હતો, પરંતુ નબળી ફિલ્ડિંગ અને મેચ સાથે મેચને ક્લોઝ કરવાની ક્ષમતા ન બતાવવાને કારણે, ભારતે મેચ 5 વિકેટથી ગુમાવી દીધી. ટીમ ઇન્ડિયા હવે શ્રેણીમાં બરાબરી લાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ બીજી ટેસ્ટમાં બુમરાહ જેવા મહત્વપૂર્ણ ખેલાડીની ગેરહાજરી સંજોગોને વધુ પડકારજનક બનાવી શકે છે.