IND vs SL LIVE: એશિયા કપ 2023 ના સુપર-4 રાઉન્ડમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે.
IND vs SL LIVE: એશિયા કપ 2023 ના સુપર-4 રાઉન્ડમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ મંગળવારે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ મેચમાં ભારતીય ટીમ 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાના બોલરોએ પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે શ્રીલંકા સામે તમામ બોલરો પાસેથી આ જ અપેક્ષા રાખવામાં આવશે.