Smriti Mandhana: RCB પહેલા આ ટીમ માટે રમશે સ્મૃતિ મંધાના
Smriti Mandhana:સ્મૃતિ મંધાના વિમેન્સ પ્રીમિયર લીગ 2025 પહેલા બિગ બેશ લીગમાં રમશે. તે એડિલેડ સ્ટ્રાઇકર્સ ટીમનો ભાગ છે.
Smriti Mandhana:ભારતની દમદાર ખેલાડી સ્મૃતિ મંધાના વિશે એક મહત્વની માહિતી સામે આવી છે. તેઓ વિમેન્સ બિગ બેશ લીગ 2024માં રમશે. મંધાના એડિલેડ સ્ટ્રાઇકર્સ ટીમનો ભાગ છે અને ટૂંક સમયમાં જ તે ડેબ્યૂ કરશે. બ્રિસબેન હીટ સામેની મેચમાં સ્મ્રિતિ મંધાના એડીલેડ તરફથી રમશે. ટીમે આ અંગે મહત્વની માહિતી શેર કરી છે. એડિલેડની ટીમે કહ્યું કે સ્મૃતિ મંધાના શનિવારે ગાબા ખાતે રમાનારી મેચમાં ડેબ્યૂ કરશે.
Smriti Mandhana: સ્મૃતિ મંધાનાનો અત્યાર સુધીનો ટી-20 રેકોર્ડ શાનદાર રહ્યો છે. તે મહિલા બિગ બેશ લીગમાં ઘણી ટીમો માટે રમી ચૂક્યો છે. મંધાના એડીલેડ સ્ટ્રાઈકર્સ અગાઉ બ્રિસબેન હીટ અને સીડની થંડર વિમેન્સ ટીમમાં સામેલ થઈ ચૂકી છે. હવે તે એડિલેડ સ્ટ્રાઈકર્સ તરફથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
એડિલેડ સ્ટ્રાઇકર્સે મંધાના વિશે એક પોસ્ટ શેર કરી છે
એડિલેડ સ્ટ્રાઇકર્સે સ્મૃતિ મંધાના માટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ટીમે કેપ્શનમાં લખ્યું છે, “સ્મૃતિ મંધાનાને ટીમમાં સામેલ થતી અને બ્રિજેટ પેટરસનને ફરી એક્શનમાં જોઈને અમે રોમાંચિત છીએ. અમે આવતીકાલે ગાબા ખાતે બ્રિસ્બેન હીટનો સામનો કરીશું!
સ્મૃતિ મંધાનાનો આવો રહ્યો છે રેકોર્ડ –
મંધાના બિગ બેશ લીગમાં 38 મેચ રમી ચૂકી છે. આ દરમિયાન 784 રન બનાવ્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 114 રન છે. સ્મૃતિએ અત્યાર સુધીમાં 145 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન 3568 રન બનાવ્યા છે. તેણે 27 અડધી સદી ફટકારી છે. સ્મૃતિનો ટી-20નો શ્રેષ્ઠ સ્કોર 87 રન રહ્યો છે. તેણે ભારત માટે 88 વન ડે મેચ રમી છે. આ દરમિયાન 3690 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 8 સદી અને 27 અડધી સદી ફટકારી છે.
એડીલેડ સ્ટ્રાઈકર્સ ટીમ : તાહલિયા મેકગ્રાથ, જેમ્મા બાર્સબી, ડાર્સી બ્રાઉન, એલી જોહન્સન, કેટી મેક, સ્મ્રિતિ મંધાના, અનેસુ મુશાંગ્વે, બ્રિજેટ પેટરસન, મેડી પેન્ના, ઓર્લા પ્રેન્ડરગાસ્ટ, મેગન શૂટ, અમાન્ડા-જેડ વેલિંગ્ટન, લૌરા વોલ્વાર્ડ