નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાએ આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેવાની છે, તેની પહેલા ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી ઈચ્છે છે કે, ઓસ્ટ્રેલિયામાં અમારા ખેલાડીઓના ક્વોરેન્ટીન દિવસો કંઈક અંશે ઓછા કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આ વર્ષે ઓક્ટોબરમાં ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ઘણા ટી -20 આંતરરાષ્ટ્રીય સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે.
સૌરવ ગાંગુલીએ મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘અમને આશા છે કે અમારા ખેલાડીઓના ઓસ્ટ્રેલિયામાં રહેલા કવોરેન્ટીન દિવસ ઓછા કરવામાં આવશે.’
ગાંગુલીએ કહ્યું, ‘અમે નથી ઇચ્છતા કે અમારા બધા ખેલાડીઓ આ મહત્વપૂર્ણ સિરીઝ પહેલા બે અઠવાડિયા હોટેલના ઓરડાઓમાં બેઠા રહે. તે ખૂબ જ નિરાશાજનક હોઈ શકે છે.