નવી દિલ્હી : ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ એક્ઝિક્યુટિવ કેવિન રોબર્ટ્સે ચાર વન-ડે સુપર સીરીઝના બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીના સૂચનની પ્રશંસા કરી હતી, પરંતુ કોઈ વચન આપ્યું નથી.
ગાંગુલીએ કહ્યું હતું કે, ભારત 2021 થી શરૂ થનારી વાર્ષિક વનડે સિરીઝમાં ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય એક ટોચની ટીમ સાથે રમશે. આઇસીસી દ્વારા દર કેલેન્ડર વર્ષે ટૂર્નામેન્ટ યોજવાની કવાયત અટકાવવા માટેનું આ પગલું માનવામાં આવી રહ્યું છે.
લંડનમાં ગાંગુલી સાથેની મુલાકાત બાદ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે, તે આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. રોબર્ટ્સે કહ્યું, “બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીની આ અનોખી વિચારધારા છે.”
રોબર્ટ્સે કહ્યું, ‘તેમના ટૂંકા ગાળા દરમિયાન કોલકાતામાં ડે -નાઈટ ટેસ્ટ રમાઈ હતી અને તેનું પરિણામ અદભૂત હતું. હવે સુપર સિરીઝનો પ્રસ્તાવ પણ સારો છે.
સીએના સીઈઓએ કહ્યું કે, તેઓ આવતા મહિને ભારત અને બાંગ્લાદેશ આવીને ભાવિ ક્રિકેટ કેલેન્ડર વિશે વાત કરશે. તેમણે કહ્યું કે, તેમણે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સાથે ભવિષ્યના કાર્યક્રમ અંગે વાત કરી છે.