નવી દિલ્હી : બીસીસીઆઈના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે ગુલાબી બોલ લાલ કરતા સારો લાગે છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ડે – નાઇટ ટેસ્ટ મેચ ગુલાબી બોલથી કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ 136 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ ગુલાબી બોલના પડકારનો સામનો કરવો પડ્યો તેવો સવાલ પૂછતાં ગાંગુલીએ કહ્યું, “તે રન મશીન છે.”
ગુલાબી બોલની દૃશ્યતા વિશે તેમણે કહ્યું, ‘ખરેખર, લાલ દડા કરતા તે ખૂબ સરળ છે.’ ગાંગુલીએ કહ્યું કે પ્રથમ દિવસે 60 હજાર લોકો સ્ટેડિયમમાં આવીને મેચ જોતા મોટી સફળતા છે.
તેમણે કહ્યું, ‘ઘણા લોકો સ્ટેડિયમમાં આવીને મેચ જોઈ, જે ખૂબ મહત્વનું છે. હું કોઈ દબાણમાં ન હતો, પરંતુ હું વ્યસ્ત હતો.