અમદાવાદ : ભારતીય ટીમ આવતા વર્ષે ઇંગ્લેન્ડ સામેની હોમ સીરીઝની બીજી ટેસ્ટ પિંક બોલથી રમશે, જે મેચ ગુજરાતના અમદાવાદ શહેરમાં 700 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા મોટેરા સ્ટેડિયમમાં યોજાય તેવી સંભાવના છે. આ ઉપરાંત આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પણ ભારતીય ટીમ ડે-નાઇટ ટેસ્ટ મેચરમશે. બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ માહિતી આપી છે.
પૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ કહ્યું કે, હા, ભારત ઓસ્ટ્રેલિયામાં ડે-નાઇટ ટેસ્ટ રમશે. ટૂંક સમયમાં તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. ”ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે જ્યાં ચાર ટેસ્ટ, ત્રણ વનડે અને ત્રણ મેચની ટી -20 સિરીઝ રમવામાં આવશે. એડિલેડ આ ડે-નાઇટ ટેસ્ટ મેચનું આયોજન કરશે.