પોસ્ચેસ્ટ્રમ : પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે સિરીઝની બીજી મેચ અહી રમાઇ હતી, જેમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 42 ઓવરમાં 147 રને ઓલઆઉટ થઇ હતી, રસપ્રદ વાત એ રહી હતી કે પાકિસ્તાનની મહિલા ટીમે 38.1 ઓવરમાં 5 વિકેટે 146 રન કર્યા હતા, જો કે તે પછી 1 રનના ઉમેરામાં તેણે બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ 5 વિકેટમાં મસાબતા ક્લાસે હેટ્રિક ઉપાડી હતી જ્યારે બાકીની 2 વિકેટ મેરિજેન કેપે લીધી હતી.
This is the moment Masabata Klaas claimed her hat-trick!
It’s the 10th hat-trick in a women’s ODI ? pic.twitter.com/4YKNm4tKXv
— ICC (@ICC) May 9, 2019
પાકિસ્તાની ટીમે પ્રથમ દાવ લેતા સારી શરૂઆત કરી હતી અને ઓપનર નાહિદા ખાન તેમજ સિદ્રા અમિને પ્રથમ વિકેટની ભાગીદારીમાં 11.5 ઓવરમાં 50 રન ઉમેર્યા હતા. આ સ્કોર પર નાહિદા અંગત 37 રને આઉટ થઇ હતી. તે પછી નિયમિત સમયાંતરે પાકિસ્તાનની વિકેટો પડતી રહી હતી. ટીમની કેપ્ટન મારુફની વિકેટ 141ના સ્કોર પર પડી અને તે પછી પાકિસ્તાની ટીમ લથડી પડી હતી અને 39મી ઓવરમાં મસાબતા ક્લાસે આલિયા રિયાઝ, ઉમાયમા સોહેલ અને સિદ્રા નવાઝને આઉટ કરીને હેટ્રિક પુરી કરી હતી અને તે પછી બે વિકેટ મેરીજાન કેપે ઉપાડતા પાકિસ્તાની ટીમ 142 રનમાં ઓલઆઉટ થઇ હતી.
143 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમે લૌરાની 74 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 36.4 ઓવરમાં બે વિકેટના ભોગે 148 રન કરીને 8 વિકેટે વિજય મેળવ્યો હતો, લૌરાએ 104 બોલની પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય લિઝેલ લીએ 43 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 40 રન કર્યા હતા.