આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પ્રવેશ માટે શ્રીલંકા માટે અતિ મહત્વની ઍવી મેચમાં શ્રીલંકાની ટીમે પહેલો દાવ લઇને બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનને કારણે 49.3 ઓવરમાં 203 રન બનાવીને ઓલઆઉટ થતા દક્ષિણ આફ્રિકા સામે 204 રનનો લક્ષ્યાંક મુક્યો હતો જેને દક્ષિણ આફ્રિકાઍ કેપ્ટન ડુ પ્લેસિસ અને હાશિમ અમલા વચ્ચેની 175 રનની નોટઆઉટ ભાગીદારીથી 1 વિકેટે કબજે કરી લઇને 9 વિકેટે વિજય મેળવ્યો હતો. મેચમાં 3 વિકેટ લેનાર ડ્વેન પ્રિટોરિયસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
દક્ષિણ આફ્રિકાઍ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. દાવ લેવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી અને મેચના પહેલા બોલે જ કેપ્ટન દિમૂથ કરુણારત્ને આઉટ થયો હતો. જો કે કુસલ પરેરા અને અવિષ્કા ફર્નાન્ડોઍ તે પછી બાજી સંભાળીને 67 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જા કે 73 રનના સ્કોર પર આ બંનેની વિકેટ શ્રીલંકાઍ ગુમાવી તે પછી તેમના માટે મુશ્કેલી શરૂ થઇ હતી
દક્ષિણ આફ્રિકા વતી પ્રિટોરિયસ અને મોરિસે જારદાર બોલિંગ કરીને ૩-૩ વિકેટ ઉપાડી
આગલી મેચમાં જોરદાર પ્રદર્શન કરનારા ઍન્જેલો મેથ્યુઝ પાસે ટીમને મોટી આશા હતી પણ તે ખુબ જ ખરાબ શોટ રમીને માત્ર 11 રન કરીને આઉટ થયો હતો. શ્રીલંકાની ટીમે નિયમિત સમયના અંતરે વિકેટ ગુમાવવાનુ ચાલુ રાખ્યું હતુ અને તેના કારણે તેમના વતી કોઇ મોટી ભાગીદારી થઇ શકી નહોતી. કુસલ પરેરા અને ફર્નાન્ડોઍ સુધારેલી બાજીનો ફાયદો કોઇ બેટ્સમેન ઉઠાવી શક્યો નહોતો અને લગભગ તમામ બેટ્સમેન પોતાની વિકેટ સાચવીને રમવાને બદલે ફેંકીને ચાલતા થયા હતા. કુસલ મેન્ડિસ 23, જીવન મેન્ડિસ 18, ધનંજય ડિસિલ્વા 24 અને તિસારા પરેરા 11 રન કરીને મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. દક્ષિણ આફ્રિકા વતી ડ્વેન પ્રિટોરિયસ અને ક્રિસ મોરિસે 3-3 જ્યારે કગિસો રબાડાઍ 2 અને ઍન્ડુલ ફેલુકવાયો તેમજ જેપી ડુમીનીઍ 1-1 વિકેટ ઉપાડી હતી.
204 રનના લક્ષ્યાંક સામે શરૂઆતમાં ઍવું લાગ્યું હતું કે દક્ષિણ આફ્રિકાથી આ લક્ષ્યાંક પણ કબજે નહીં થઇ શકે, જો કે ડિ કોક આઉટ થયો તે પછી હાશિમ અમલા અને ફાફ ડુ પ્લેસિસે રનરેટ અનુસાર જ બેટિંગ કરીને કોઇ ઉતાવળ કરી નહોતી અને તેના કારણે બંને વચ્ચે 32.3 ઓવરમાં 175 રનની નોટઆઉટ ભાગીદારી થઇ હતી, જેમાં અમલાના 65 રન હતા અને ડુ પ્લેસિસના 96 રન હતા. દક્ષિણ આફ્રિકાઍ મેચ 9 વિકેટે જીતી લીધી ત્યારે ડુ પ્લેસિસ 96 રને અને અમલા 80 રન કરીને નોટઆઉટ રહ્યા હતા. અફઘાનિસ્તાનનો આ ટુર્નામેન્ટનો આ બીજો વિજય રહ્યો હતો. જ્યારે શ્રીલંકા માટે આ પરાજય મોટા ફટકા સમાન સાબિત થઇ શકે છે. હવે તેણે સેમી ફાઇનલમાં પહોંચવા માટે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
દિમૂથ કરુણારત્ને મેચના પહેલા બોલે આઉટ થનારો પ્રથમ કેપ્ટન
દક્ષિણ આફ્રિકા સામે અહીં રમાયેલી શ્રીલંકા માટેની કરો યા મરો મેચમાં પહેલા બોલે જ શ્રીલંકન કેપ્ટન દિમૂથ કરુણારત્ને આઉટ થયો હતો અને તેની સાથે જ તે વર્લ્ડ કપની મેચના પહેલા બોલે આઉટ થનારો પ્રથમ કેપ્ટન બન્યો હતો. મેચની પહેલી ઓવર ફેકવા આવેલા રબાડાના પહેલા જ બોલે કરુણારત્ને સેકન્ડ સ્લીરમાં ઉભેલા ડુ પ્લેસિસના હાથમાં ઝીલાયો હતો.