નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની પ્રથમ વનડે રદ કરવામાં આવી હતી. ટીમ હોટલમાં કેટલાક નવા કોવિડ -19 કેસોને ધ્યાનમાં રાખીને બોલેન્ડ પાર્ક પર્લ ખાતે રમાનારી મેચ ટોસ થાય તે પહેલા રદ કરવામાં આવી હતી.
ત્રણ મેચની શ્રેણીની આગામી મેચીસ થવાની પણ અપેક્ષા નથી. આ બંને મેચ સોમવાર અને બુધવારે કેપટાઉનમાં યોજાવાની છે. બીજી તરફ, ઇંગ્લેન્ડની ટીમ ગુરુવારે ટૂરથી પરત ફરવાની છે.
England's first ODI against South Africa in Paarl has been abandoned after two members of staff at the hotel in which the tourists are staying tested positive for Covid-19.
— Sky Sports News (@SkySportsNews) December 6, 2020
શુક્રવારે સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાવાની હતી. પરંતુ આ મેચ રવિવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ યજમાન ટીમનો એક ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.