પોતાનો ઝડપી બોલર લુંગી ઍન્ગીડી ફિટ થઇને ટીમમાં પાછો ફરવાથી રાહત અનુભવતી દક્ષિમ આફ્રિકાની ટીમ જ્યારે બુધવારે અહીં ન્યુઝીલેન્ડ સામે મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો 2015ના વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં મળેલા પરાજયનો બદલો ચુકવવાનો હશે. જ્યારે કીવી ટીમની નજર ટોચના સ્થાને પાછા ફરવા પર રહેશે.
વર્લ્ડ કપમાં પોતાની પહેલી ત્રણ મેચમાં પરાજય વેઠ્યા પછી દક્ષિણ આફ્રિકાની ચોથી મેચ વરસાદે ધોઇ નાંખી હતી અને તે પછી ઍકમાત્ર અફઘાનિસ્તાન સામે તેમણે વિજય મેળવ્યો છે. સામે ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ઍકપણ મેચ હારી નથી. પહેલી ત્રણ મેચમાં જીતેલી ન્યુઝીલેન્ડની ટીમની ભારત સામેની ચોથી મેચ વરસાદે ધોઇ નાંખી હતી અને તે પોઇન્ટ ટેબલમાં હાલ બીજા સ્થાને છે.
દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેન અને ઍન્ગીડી ઉપરાંત ઍનરિક નોર્જેની ઇજાને કારણે તેમનુંં બોલિંગ આક્રમણ ખરાબ રીતે પ્રભાવિત થયુંં હતું. એન્ગીડી બુધવારે રમશે અને તેના કારણે તેમના આક્રમણને મજબૂતાઇ મળશે. દક્ષિણ આફ્રિકાનો સ્પિનરો સામે ખરાબ દેખાવને ધ્યાને લઇને ન્યુઝીલેન્ડ આવતીકાલની મેચમાં મિચેલ સેન્ટનર અને ઇશ સોઢી સાથે મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે.