બાંગ્લાદેશ અને સા.આફ્રિકા વચ્ચે થયેલી પહેલી મેચમાં સા.આફ્રિકાએ 10 વિકેટથી જીત મેળવી. આ જીતની સાથે ત્રણ મેચોની વન ડે સીરીઝમાં સા.આફ્રિકાએ 1-0થી વધારો મેળવ્યો. ટીમ તરફથી ક્વેન્ટિન ડીકોકે 168 રન બનાવ્યા. જ્યારે હાશિમ અમલાએ 110 રનની ઈનિંગ્સ રમી. પહેલી વિકેટ માટે 282 રનની ભાગીદારી કરી ડીકોક અને આમલાની જોડી બીજા નંબર પર આવી ગઈ. પહેલી વિકેટ માટે શ્રીલંકાના સનત જયસુરિયા અને ઉપુલ તરંગાએ 286 રનની ભાગીદારી કરી રેકોર્ડ બનાવ્યો હતો.
બાંગ્લાદેશે આપેલા 279 રનના લક્શ્યનો પીછો કરનારી સા.આફ્રિકાએ શાનદાર શરૂઆત કરી. ટીમના બંને ઓપનરે 282 રનની ભાગીદારી કરી. ડીકોકે 145 બોલમાં 168 રનની ઈનિંગ્સ રમી જેમાં તેણે 21 ચોક્કા અને 2 છક્કા લગાવ્યા. જ્યારે હાશિમ આમલાએ 8 ચોક્કાની મદદથી 112 બોલમાં 110 રન બનાવ્યા અને વગર કોઈ વિકેટ ખોતા લક્શ્યને હાંસલ કરી લીધો. ટીમની શરૂઆત કંઈ ખાસ નહતી રહી અને લિટન દાસના રૂપમાં ટીમને પહેલો ઝટકો 43 રન પર લાગ્યો. ટીમ તરફથી મુશ્ફિકુર રહીમે એક સદી ફટકારી. મુશ્ફિકુર સિવાય ટીમ તરફથી કોઈ પણ ખિલાડી 31 રનથી ઉપર ના બનાવી શક્યા અને 50 ઓવર પછી ટીમનો સ્કોર 278 રહ્યો. સા.આફ્રિકા તરફથી બોલિંગ કરતા કાગિસો રાબાડાએ 4 વિકેટ ઝડપી જ્યારે ડિવેન પ્રિટોરિયસે 2 વિકેટ લીધી.