નવી દિલ્હી : રમત – ગમત મંત્રી કિરણ રિજિજુએ ગુરુવારે સ્પષ્ટ કર્યું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનના ભાવિ વિશે નિર્ણય 15 એપ્રિલ પછી લેવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, કોરોનાવાયરસને કારણે હાલની સ્થિતિ જોતાં 15 એપ્રિલ પછી નવી એડવાઈઝરી આપવામાં આવશે.
રમત મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે, બીસીસીઆઈએ ક્રિકેટના પ્રશ્નો અંગે નિર્ણય લેવો પડશે. આ રોગની અસર દેશના નાગરિકોને થશે. તેમણે કહ્યું, ’15 એપ્રિલ પછી સરકાર પરિસ્થિતિ અનુસાર નવી એડવાઈઝરી આપશે. આ ઉપરાંત રમત મંત્રીએ ગુરુવારે (19 માર્ચ) તમામ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન્સ (એનએસએફ) ને કહ્યું છે કે, કોરોનાવાયરસને કારણે, સિલેક્શન ટ્રાયલ્સ સહિતની તમામ ટૂર્નામેન્ટ્સ 15 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે.
બીસીસીઆઈ ક્રિકેટના મુદ્દા સાથે કામ કરે છે અને તે ઓલિમ્પિક સ્પોર્ટ્સ નથી, પરંતુ તે ફક્ત રમત-ગમત ટૂર્નામેન્ટનો જ નહીં પરંતુ નાગરિકોની સલામતીનો પ્રશ્ન છે. ટુર્નામેન્ટમાં હજારો લોકો આવે છે. તેથી, તે ફક્ત રમતગમત સંગઠન અને રમતગમતના ખેલાડીઓની વાત નથી, તે દરેક નાગરિકની બાબત છે. આઈપીએલ 29 માર્ચે શરૂ થવાની હતી, પરંતુ બીસીસીઆઈએ કોરોના વાયરસને કારણે તેને 15 એપ્રિલ સુધી મુલતવી રાખી છે.